mysamachar.in-જામનગર:
૨૦૧૯ લોકસભાની ચુંટણીઓ માટેના પડઘમ જાણે અત્યારથી જ વાગી રહ્યા હોય તેમ બને મુખ્ય પક્ષો દ્વારા તૈયારીનો દૌર આરંભી દેવામાં આવ્યો છે,જેના ભાગરૂપે જામનગર લોકસભાની સીટના પ્રભારી તરીકે ભાજપના સિનિયર આગેવાન રમણભાઈ વોરા,રાજકોટના ધનસુખભાઇ ભંડેરી,યોગેશભાઈ ગોહિલ અને રૂપાબેન શીલૂની નિમણુંક કરવામાં આવી છે,
ત્યારે જામનગરની લોક્સભાની સીટ કઈ રીતે જાળવી રાખવી અને હાલની શુ સ્થિતિ છે તે સહિતના મુદ્દા ઉપર ચર્ચા માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના હોદેદારો સાથે બેઠક કર્યા બાદ આજે ભાજપના નિમાયેલા પ્રભારીઓની સવારે લાલપુર અને જામજોધપુર તાલુકાના હોદેદારો બેઠક કરીને સિક્કા શહેર અને જામનગર તાલુકાના હોદેદારોને સાંભળવા માટે જામનગર અટલ ભવન ખાતે ૧૧ વાગ્યે બેઠકમા સાંભળ્યા હતા,
ત્યારબાદ જામનગર લોકસભા સીટના પ્રભારી રમણભાઈ વોરા અને ધનસુખભાઇ ભંડેરીએ પત્રકારોને નિવેદન આપતા જણાવ્યું હતું કે,ભારતીય જનતા પાર્ટી દ્વારા ભુતકાળમાં કરેલા વિકાસના કામ અને આગામી દિવસોમાં કરવાના થતા વિકાસના કામ દ્વારા ભાજપનો જનાધાર કેમ વધે તે અંગે કાર્યકરો સાથે ચર્ચા કરવામાં આવી હતી અને નવા સંગઠનની રચના અંગે પણ મંતવ્યો લેવામાં આવ્યા હતા ઉપરાંત જામનગર લોકસભાની સીટ જીતવા માટે કાર્યકરો સાથે ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી હતી તેમજ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પાર્ટીના આવનારા કાર્યક્રમો અંગે ચર્ચા કરવામાં આવી હતી પ્રભારીઓની આ સમીક્ષા બેઠકમાં જામનગર જિલ્લા ભાજપના પ્રમુખ ચંદ્રેશભાઇ પટેલ,મહામંત્રી ડો.વિનુભાઈ ભંડેરી,દિલીપસિંહ ચુડાસમા,દિલીપભાઈ ભોજાણી વગેરે જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા છે.