Mysamachar.in-મોરબી:
આગામી સમયમાં લોકસભાની સામાન્ય ચુંટણી યોજાનાર હોય જે ચુંટણી ભયમુકત અને શાંતીપુર્ણ માહોલમાં યોજાય તેમજ આદર્શ આચારસહિતાનો અમલ થાય તે સારૂ મોરબી જીલ્લામાં પ્રોહીબીશન-જુગારની પ્રવૃતિઓ અટકાવવા મોરબી એલસીબી ઇન્ચાર્જ પી.આઈ. એમ.પી.પંડયાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના PSI કે.એચ.ભોચીયા, તથા એલ.સી.બી. સ્ટાફના માણસો કાર્યરત હતા દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના સુરેશભાઈ હુંબલ, વિકમ કુગશીયા, ભગીરથસિંહ ઝાલા, સંજય રાઠોડને સયુંકતમાં ખાનગીરાહે હકિકત મળેલ કે, હળવદ તરફથી એક ટાટા ટ્રક ટ્રેઇલર નંબર-RI-52-GA-4919 વાળુ માળીયા તરફ આવે છે.
જે ટ્રેઇલરમાં ભારતીય બનાવટનો અંગ્રેજી દારૂનો જથ્થો ભરેલ છે. તેવી ચોકકસ હકિકત આધારે અણીયારી ટોલનાકા પાસે હાઇવે રોડ ઉપર વાહન ચેકિંગની કામગીરી કરતા હતા તે દરમિયાન ટ્રેઇલર નીકળતા મોહિન્દરસીંગ રશલસીંગ રે.જમ્મુ કાશ્મીરવાળા ને ઝડપી પાડ્યો હતો જયારે રમેશબાબુ રહે.ઉતરપ્રદેશ તથા બીટુભાઇ રહે. પંજાબ તથા માલ મંગાવનારને ઝડપી પાડવા તપાસ ચાલી રહી છે. મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઇંગ્લીશદારૂ બિયરનો જથ્થો બોટલો નંગ-23820 કિ.રૂ.66,02,400 બિયરટીન નંગ-6700 કિ.રૂ.6,72,000 તથા અન્ય મુદામાલ મળી કુલ કિ.રૂ. 1,07,92,790ના ના મુદામાલ સાથે એક આરોપીને પકડી પાડ્યો છે.
-દારૂ ધુસાડવા આ હતી મોડસ ઓપરેન્ડી…
હાલમાં સમગ્ર દેશમાં લોકસભાની સામાન્ય ચુંટણી યોજનાર હોય. તમામ રાજયની બોર્ડર ઉપર પોલીસ ધ્વારા ગે.કા.ચીજવસ્તુઓની હેરાફેરી ઉપર વોચ રાખી સધન વાહન ચેકિંગ અંગેની પ્રવૃતિ ચાલુ હોય જેથી પકડાયેલ ટ્રક ટ્રેઇલરના ડ્રાઇવરે હરીયાણા રાજયના અંબાલાથી ઉપરોકત દારૂ/બીયરનો જથ્થો ભરી પોતાને પોલીસ પકડે નહિ તેસારૂ હરીયાણાથી રાજસ્થાન રાજયમાં ત્યાંથી મધ્યપ્રદેશ, અને મહારાષ્ટ્ર રાજયમાં થઇ ગુજરાતમાં આ દારૂ બીયરનો જથ્થો ભરેલ ટ્રક ટ્રેલર દ્વારા ધુસાડેલ છે.