Mysamachar.in:જામનગર
જામનગર જીલ્લામાં જમીન કૌભાંડો અને જમીન પચાવી પાડનારા ગુન્હેગારોની સંખ્યા છેલ્લા કેટલાક વર્ષોથી સતત વધી રહી છે પરિણામે જેની પોતાની જમીન છે તેને પણ કાયદાકીય દાવપેચમાંથી પસાર થવાનો વારો આવે છે.આવો જે એક કેસ જામનગરમાં સામે આવ્યો છે જેમાં કિન્નર સહિતની પરિવારના સભ્યોની સંયુક્ત માલિકીની જમીન તેના જ પરિવારના સભ્યે પચાવી પાડવા બનાવતી કાગળો ઉભા કર્યાનું સામે આવતા કિન્નરે તેના જ પરિવારના સભ્ય એવા તેના ભાઈ વિરુધ સિક્કા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તેની વિગતો એવી છે કે…
મૂળ જામનગર જીલ્લાના બેડ ગામના ચંદુભાઈ રાજાભાઈ ઓડીચ (લતાકુવર નીતુકુવર કીન્નર) ઉ.વ.65 જે હાલ હીજડાગલી, બરાંગપુરા, શીવાજી ચોક, વડોદરા ખાતે રહે છે તેને તેના ભાઈ ગીરીશ રાજાભાઈ ઓડીચ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું છે કે આરોપીએ પોતાની તેમજ પરિવારના અન્ય સભ્યોની સંયુક્ત માલીકીની બેડ ગામે રે.સ.નં.-115 અને 116ની જુની શરતની કુલ ક્ષેત્રફળ-1-45-69 હેકટર (આશરે સાડા નવેક વીધા) ખેતીની જમીન પોતાના નામે કરી લેવા માટે ગીરીશ ઓડીચએ ફરિયાદી ચંદુભાઈ તેમજ અન્યના નામોના હક્કપત્ર કમી કરવા માટે રૂપિયા 20ના સ્ટેમ્પ વાળા બનાવટી સોગંધનામા તૈયાર કરી તેમા અન્ય વ્યક્તીઓના ફોટા ચોટાડી ખોટી સહીઓ તથા અંગુઠા મારી બનાવટી સોગંધનામુ હક્ક કમી કરવા માટે ખરા તરીકે ઉપયોગ કરી અન્ય જે લોકોની આ મિલકતમાં સંયુક્ત ભાગીદારી છે તેની સાથે વિશ્વાસઘાત કરી ખેતીની જમીન વેચાણ કરી નાકાહી આર્થીક લાભ મેળવેલ હોવાનું જણાવતા સમગ્ર મામલે પુરાવાઓના આધારે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ dh ધરી છે.