Mysamachar.in-આણંદ
તાજેતરમાં આણંદ શહરે તથા વિધ્યાનગર વિસ્તારમાં રાત્રીના ધાડ-લુંટના તથા ઘરફોડ ચોરીના બનાવો બનવા પામેલ હોઇ જેથી આ બનેલ બનાવો શોધી કાઢવા તથા અટકાવવા સારૂ તાજેતરમાં ચોરી તથા લુંટના બનેલ બનાવોની તપાસ દરમ્યાન હ્યુમન ઇન્ટેલીજન્સ ટેકનીકલ ઇન્ટેલીજન્સથી માહિતી એકઠી કરતા આ ગુનાઓ દાહોદની ચડ્ડી બનીયાનધારી ગેંગ સંડોવાયેલ હોવાની માહિતી મળેલ. જેથી તમામ સોસાયટી વિસ્તારોમાં બાઇકથી અસરકારક પેટ્રોલીંગ થાય તે સારૂ ચોકકસ વિસ્તારોના રૂટ નક્કી કરી એલ.સી.બી., એસ.ઓ.જી., આણંદ ટાઉન, આણંદ રૂરલ, વિધ્યાનગર તથા પેરોલ ફર્લો સ્કોડના મળી કુલ-44 પોલીસ માણસો એક બીજાના સંકલનમાં રહે તે રીતે અસરકારક કામગીરી કરવા સારૂ જરૂરી સુચનાઓ આપી બાઇક પેટ્રોલીંગ શરૂ કરવામાં આવેલ.
આજરોજ વહેલી સવારના પોલીસ માણસો મોગરી નવા રોડ તરફથી એલીકોન સર્કલ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન વહેલી સવારના કસમયે એક શંકાસ્પદ ઇકો કાર આંટા ફેરા મારતી હોય શંકાસ્પદ જણાતા પેટ્રોલીંગના સ્ટાફે તેનો પીછો કરેલ અને પેટ્રોલીંગની બીજી ટીમના માણસોને જાણ કરી તમામ ટીમોએ ભેગા મળી આણંદ સોજીત્રા રોડ ઉપર એલીકોન સર્કલ નજીક ઇકો ગાડી રોકી લીધેલ અને તેમાં બેઠેલ ડ્રાઇવર નરેશભાઇ હસનાભાઇ પારસીંગભાઇ કટારા રહે.મુળ વડવા તા.ગરબાડા જી.દાહોદ હાલ રહે.અગાસ નાને ઇકો કાર નં.G.J.23.C.C. 1176 સાથે પકડી લીધેલ અને ઇકો કારમાં જોતા એક લોખંડનુ ગોશીયુ, ડીસમીસ, તથા બે લાકડાના ડંડા તથા બે નાની બેટરીઓ, એક ટોપી તથા એક પ્લાસ્ટીકની લાલ કલરની કોથળીમાં અલગ અલગ કંપનીના નવા શર્ટ મળી આવતા તે બાબતે પુછપરછ કરતા તેની હિલચાલ શંકાસ્પદ જણાતા ચોક્કસ સાચો જવાબ આપતો ન હોઇ ઇકો કાર કિ.રૂ.3,00,000/- તથા લોખંડનું ગણેશીયુ તથા લાકડાના ડંડા, બેટરીઓ, એક ટોપી, ડીસમીસ, એક પ્લાસ્ટીકની લાલ કલરની કોથળીમાં શર્ટ નંગ-8 તથા મોબાઇલ મળી કુલ કિ.રૂ.3,06,800/- નો મુદ્દામાલ સી.આર.પી.સી. 41(1)ડી,102 કબજે કરી એલ.સી.બી. દારા સઘન પુછપરછ કરતા નીચે મુજબના માણસો સાથે ચોરીઓ તથા લુટો કરેલાની હકિકત જણાવેલ છે.
પકડવાના બાકી આરોપીઓ (1) કલેશ સુનીયાભાઇ કટારા (2) મનીયા ઉર્ફે મનુભાઇ ભાંભોર (3) મુકેશ સુનીયા કટારા (4) લક્ષ્મણ મુળીયા કટારા તથા બીજો એક તમામ રહે.વડવા તા.ગરબાડા જી.દાહોદ નાઓ નરેશ કટારાના ઘરે આવતા અને રાત્રીના ઇકો ગાડીમાં હું તેઓને આણંદ શહેર તથા વિદ્યાનગર સોસાયટી વિસ્તાર નજીકમાં ઉતારી આવતો હતો અને તેઓ તમામ ચોરીઓ કરી પરત નક્કી કરેલ જગ્યાઓએ આવી જતા ત્યાંથી તેઓને ઇકો ગાડીમાં બેસાડી તેઓ કહે તે મુજબ ઉમરેઠ, ડાકોર કે ઠાસરા સુધી મુકી આવતો હતો. જેની પુછપરછ દરમ્યાન આણંદ શહેરમાં તથા વિદ્યાનગર વિસ્તારમાં સાત જેટલી ચોરીઓ કર્યાની કબુલાત આપેલ હતી.
તમામ આરોપીઓ નરેશ કટારાના ઘરે આવી ત્યાંથી રાત્રીના ઇકો ગાડીમાં સોસાયટી વિસ્તારમાં જઇ પહેરેલ શર્ટ તથા પેન્ટ કાઢી નાખી તે પેન્ટ શર્ટ કમરના ભાગે બાંધી દઇ ચડ્ડી-બંડી ઉપર જ સોસાયટી વિસ્તારમાં જઇ બંધ મકાનોને ટાર્ગેટ ચોરી કરી તે દરમ્યાન કોઇ જાગી જાય તો માર મારી લુંટ કરી ઇકો ગાડીમાં આણંદ શહેર બહાર ઉમરેઠ, ડાકોર કે ઠાસરા જઇ ત્યાંથી બસ મારફતે દાહોદ જતા રહેવાની ટેવ વાળા છે.