Mysamachar.in-જામનગર-દેવભૂમિ દ્વારકા:
સતત ચાર મહિના સુધી સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ત્રણ લાખથી વધુ રમતવીરોએ હોંશે હોંશે અને થનગનાટપુર્વક ઝીલી લીધા બાદ છેલ્લા 45 દિવસથી તબક્કાવાર સતત ચાલી રહેલી ડે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટનો ફાઇનલ મેચ અને ભવ્ય સમાપન સમારોહ વખતે ખેલાડીઓના ઉત્સાહ અને હજારો દર્શકોના પ્રોત્સાહનથી પ્રદર્શન ગ્રાઉન્ડ ગુંજી ઉઠ્યું હતુ. આ સાંસદ ખેલ મહોત્સવની નોંધપાત્ર બાબત એ રહી હતી કે યુવાનોની લોકપ્રિય ક્રિકેટ ટુર્નામેન્ટમાં 512 ટીમોએ ખેલદિલીપૂર્વક ભાગ લીધેલ હતો. 3 લાખથી વધુ લોકોએ આ ખેલ મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લઇ સમગ્ર મહોત્સવને મહામહોત્સવ બનાવ્યો હતો.
જામનગર-દેવભૂમિ દ્વારકા લોકસભા સાંસદ ખેલ મહોત્સવ-2025 માં કન્વેનશ્નલ (મધર સ્પોર્ટસ) માં એથ્લેટીકસ, કુસ્તી, વોલીબોલ, બાસ્કેટબોલ વગેરે રમતો અને ટ્રેડીશનલ સ્પોર્ટસમાં ખો-ખો,કબડ્ડી, નારગોલ, રસ્સાખેંચ, સંગીત ખુરશી વગેરેનો સમાવેશ કરાયો હતો જે રમતો નો ગત તા. 25 ડીસેમ્બર ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની વર્ચ્યુલી ઉપસ્થિતિમાં યોજાયેલ હતો.
ક્રિકેટ ટુર્નામેન્ટ માટે 550 જેટલી ટીમો રજીસ્ટ્રર થયેલ હોવાથી સતત 45 દિવસથી ચાલી રહેલી આ ક્રિકેટ ટુર્નામેન્ટનો રોમાંચક ફાઈનલ મેચ અને ઈનામ વિતરણ સાથે ભવ્ય રંગારંગ સમાપન સમારોહ યોજાયેલ હતો.
સાંસદ પૂનમબેન માડમએ ફાઈનલ મેચની ટોસ વિધી મહાનુભાવોની ઉપસ્થિતીમાં કરી મેચનો શુભારંભ કરાયેલ હતો. આ ફાઈનલ મેચ રામ ઈલેવન ગડુ અને કે.સી.સી. ઈલેવન–જામખંભાળીયાની બે મજબુત ટીમો વચ્ચે રહયો હતો, જે દિલધડક મુકાબલામાં રામ ઈલેવન ગડુ વિજેતા બની ચેમ્પીયન રહી હતી અને કે.સી.સી. ઈલેવન-જામખંભાળીયા પરાજીત થતા રનર્સઅપ રહી હતી જે બન્ને ટીમોને આકર્ષક ટ્રોફી અને રોકડ પુરસ્કાર અર્પણ કરી તમામ ખેલાડીઓને પ્રોત્સાહીત કરાયા હતા.
આ ફાઈનલ મેચ અને ઈનામ વિતરણ સાથેના સમાપન સમારોહ નિહાળવા હજારોની સંખ્યામાં દર્શકોની પ્રદર્શન ગ્રાઉન્ડ ઉપર ઉપસ્થિતીથી ગ્રાઉન્ડ ખીચોખીચ ભરાયેલ રહયુ હતુ. આ મહોત્સવ સમાપન પ્રસંગે સુપ્રસિધ્ધ લોકગાયીકા ગીતાબેન રબારી ખાસ ઉપસ્થિતી રહી સંગીતના શુર અને ગીતો વડે દર્શકોનું મનોરંજન કરતા દર્શકો ગ્રાઉન્ડમાં જુમી ઉઠયા હતા. સાથે ગુજરાતી ફિલ્મ “લાલો” ના કરણ જોષી (લાલો) અને રીવા રાચ્છ (તુલશી) ની પણ ઉપસ્થિતી રહી હતી.
આ સમાપન સમારોહમાં પૂર્વ મંત્રી-ધારાસભ્ય રાઘવજી પટેલ અને મુળુ બેરા, અને દિવ્યેશ અકબરી, મહાનગર જામનગર મેયર વીનોદ ખીમસુરિયા, જામનગર જીલ્લા ભાજપ પ્રમુખ વિનોદ ભંડેરી અને જામનગર શહેર ભાજપ પ્રમુખ બીનાબેન કોઠારી, પ્રદેશ ભાજપ મંત્રી આશાબેન નકુમ, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નીલેશ કગથરા, જીલ્લા પંચાયત ઉપપ્રમુખ હસુ કણજારીયા, મહાનગરના કોર્પોરેટરઓ અને વિવિધ નગરપાલિકાઓના, તાલુકા અને જીલ્લા પંચાયતોના ચુંટાયેલા પદાધિકારીઓ અને સંગઠનના તેમજ મંડળોના હોદ્દેદારઓ સહીત વિવિધ સામાજિક અને ઔદ્યોગિક સંસ્થાઓના હોદ્દેદારઓ સહીત હજરોની સંખ્યામાં જનમેદની એ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આમ સમગ્ર સમાપન ઐતિહાસીક અને યાદગાર બનેલ છે. સાંસદ પૂનમબેન માડમ દ્વારા આ ટુર્નામેન્ટની સંચાલન સમિતિની જહેમતને બિરદાવી દરેક ને અભિનંદન પાઠવ્યા હતા.


























































