Mysamachar.in:વડોદરા
વડોદરાના નારાયણ વાડી પાસે મોડી રાતે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અટલાદર-પાદરા રોડ પર રીક્ષા-કાર વચ્ચે અકસ્માતમાં એક જ પરિવારના 5 ના મોત થયા છે, રીક્ષામાં સવાર એક જ પરિવારના ત્રણ બાળકો અને માતા-પિતાના કરુણ મોત નિપજ્યાં છે. જેમાં 3 લોકોના ઘટનાસ્થળે તો 2 લોકોના સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે, પ્રાપ્ત માહિતી અનુસાર, અટલાદર પાદરા રોડ નારાયણ વાડી પાસે ગત મોડીરાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં રીક્ષામાં સવાર નાયક પરિવારના સભ્યોની જિંદગી હોમાઈ ગઈ છે.
ગત મોડી રાતે રીક્ષા અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. જેમાં એક જ પરિવારના 5 લોકોના મોત નિપજ્યાં છે. એક જ પરિવારના માતાપિતા અને ત્રણ સંતાનો મોતને ભેટ્યા હતા. પરિવાર લગ્ન પ્રસંગમાં હાજરી આપી પરિવાર પરત પાદરા જઈ રહ્યો હતો. ત્યારે પાદરા તરફથી આવતી કાર સાથે ટક્કર થઈ હતી. કાર અને રીક્ષા સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો. નાયક પરિવાર પાદરાના લોલા ગામનો વતની હતો. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે.