Mysamachar.in-દેવભૂમિ દ્વારકા:
દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ અધિક્ષક નિતેશ પાંડેયના માર્ગદર્શન હેઠળ દ્વારકા સાઈબર ક્રાઈમની ટીમ દ્વારા એક વ્યક્તિના ફ્રોડમાં ગયેલ લાખોની રકમ પરત અપાવવામાં સફળતા મળી છે, આ અંગે મળતી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સાયબર ક્રાઇમને લગતા બનાવમાં અરજદાર સુનિલકુમાર લાલચંદ બિંદ, રહે. ઓખા, તા: દ્વારકા, જી.દેવભુમી દ્વારકાવાળાઓ સાથે થયેલ ફ્રોડની રકમ પરત અરજદારને અપાવવામાં સફળતા મળી છે,
આ કેસમાં અરજદારને એક ફોન કોલ આવેલ અને જણાવેલ કે તમારૂ બેંક એકાઉન્ટ બંધ થઇ ગયેલ હોય એમ જણાવી સામાવાળાએ અરજદારને વિશ્વાસમાં લઇ એનીડેસ્ક એપ્લીકેશન ડાઉનલોડ કરાવી અરજદાર સાથે નાણાકીય ફોડ કરેલ હોય જે બનાવમાં અરજદાર દ્વારા તાત્કાલીક સાયબર ક્રાઇમ સેલ, દેવભૂમિ દ્વારકાનો સંપર્ક કરતા સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા આ બનાવમાં ભોગ બનનારને મદદરૂપ થઇ તાત્કાલીક જરૂરી પત્રવ્યવહાર તથા ટેકનીકલ રીસોર્સના આધારે ભોગ બનનારની રકમ 6,90,763/- બેંક એકાઉન્ટમાં પરત મેળવી આપેલ છે.
-લોકોએ શું સાવચેતી રાખવી જોઈએ સાઈબર ક્રાઈમ નિષ્ણાતની છે સલાહ..
દેવભૂમિ દ્વારકા સાયબર ક્રાઇમ સેલ દ્વારા જણાવવામાં આવે છે કે આપના મોબાઇલ ઉપર કોઇપણ પ્રકારે બેંકમાંથી માહિતી માટે ફોન કોલ આવે તો આવા ફોનનો જવાબ આપવો નહિ. જરૂર જણાય તો રૂબરૂ બેંકમાં જઇ માહિતી મેળવવી અથવા આપવી. ગુગલ સર્ચ(Google,com) ઉપરથી મેળવેલ કોઇપણ કસ્ટમર કેરના નંબર ઉપર વિશ્વાસ કરવો નહિ. કસ્ટમર કેર નંબર ઓફીસીયલ વેબસાઇટ ઉપરથી જ લેવો તેમજ આવા ફોન નંબર પર વાત કરતા સમયે કોઇપણ પ્રકારની બેંકની જ માહિતી ઓ.ટી.પી., સી.વી.વી. ગુપ્ત પીન વગેરે આપવા નહિ કે કોઇપણ પ્રકારે મોબાઇલમાં એપ્લીકેશન ડાઉનલોડ/ઇન્સ્ટોલ કરવા કહે તો કરવુ નહિ. તેમજ આપની જાણ માટે કે UPI પીન ફક્ત ને ફક્ત રૂપીયા ટ્રાન્સફર કરવા માટે એપમાં એન્ટર કરવાનો હોય છે. રૂપીયા મેળવવા રીસીવ કરવા માટે UPI પીન એન્ટર કરવાનો હોતો નથી જેની તકેદારી રાખવી. આવા કીસ્સામાં આપ નાણાકીય છેતરપીંડીનો ભોગ બની શકો છો. જરૂર જણાય દેવભૂમિ દ્વારકા જીલ્લા સાયબર ક્રાઇમ સેલ અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો.