Mysamachar.in-જામનગર:
જામનગર શહેરમાં એક હેયુ હચમચાવી દે તેવી ઘટના સામે આવી છે, જેની સી ડીવીઝન પોલીસ મથકે જાહેર થયેલ વિગતો એવી છે કે ઢીંચડા રોડ ન્યારા પેટ્રોલ પંપની સામે તિરુપતિ પાર્ક નજીક વસવાટ કરતા સરવરીબેન રવિભાઇ પાનસુરીયા નામની મહિલાને વિરેન જાનકીદાસ રામાવત સાથે પ્રેમ સંબંધ હોય અને ફરિયાદી સરવરીબેનને પાંચ વર્ષની દિકરી જે આરોપી વીરેને કહેલ કે હુ તારી સાથે લગ્ન કરુ પરંતુ તારી દિકરીને રાખીશ નહી જેથી ફરિયાદી સરવરીબેને દિકરીને પોતાની સાથે રાખાવાનુ કહેતા આરોપી વીરેનને લગ્ન કરવામા 5 વર્ષીય દીકરી આડખીલી રૂપ બનતી હોય જેથી સગીર વયની નાની દિકરી જે માત્ર 5 વર્ષની તેને આરોપી વીરેન રામાવતે પેટમા બટકુ ભરી લઇ તેમજ વેલણ વડે બંને પગમા હાથમા મોઢામાં મુંઢ ઇજા કરી તેમજ માથામા વેલણ વડે જીવલેણ મારમારી હેમરેજ જેવી ઇજા કર્યાની ફરિયાદ સીટી સી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.ઘટના અંગે પી.આઈ.અલ્પેશ ચૌધરીએ કહ્યું કે આરોપી હાથવેંતમાં છે અને ઈજાગ્રસ્ત બાળકીની હાલ સઘન સારવાર ચાલી રહી છે.