Mysamachar.in-જામનગર:
રેલ્વે તંત્રને વર્ષો બાદ એવુ યાદ આવ્યું છે કે તેની જમીનો પર ગેરકાયદેસર કબજો કેટલાય આસામીઓએ કરી લીધો છે અને હવે આવા દબાણો હટાવવા રેલ્વે તંત્ર મેદાને પડ્યું છે. રેલ તંત્રના ડબલીંગની કામગીરી પુર્ણ થયા બાદ આગામી દિવસોમાં બીજો ટ્રેક શરુ કરતા પહેલા જામનગરમાં વોર્ડ નંબર-6ના વિસ્તારમાંથી પસાર થતી રેલવે લાઈન નજીકથી ઝુંપડા હટાવવાની કામગીરી કર્યા બાદ હવે ગાંધીનગર સ્ટેશન રેલવે નજીકના માજોઠીનગરના ગેરકાયદેસરના એવા અંદાજે 200 કાચાપાકા મકાનોને દુર કરી લેવા જે તે આસામીઓને નોટીસો આપી દેવામાં આવી છે.
જામનગરના રેલ વિભાગના સીનિયર સેક્સન એન્જિનિયર દ્વારા માજોઠીનગરમાં વસતા અને રેલવે ટ્રેક નજીક મકાનો ધરાવતા 200 જેટલા લોકોને નોટીસ આપવામાં આવી છે. બીજી રેલ લાઈનને સમાંતર દોઢકીલોમીટર જેટલા પટ્ટામાં રેલવે ટ્રેકથી 30 ફુટ દુર સુધીના તમામ બાંધકામ કે ઝુંપડા હટાવવાની કાર્યવાહી કરી હતી. હાઈકોર્ટમાં યથાવત સ્થિતિ જાળવી રાખવાનો હુકમ ધરાવતા 150 થી વધુ ઝુંપડા, કાચાપાકા મકાનોને કામગીરીમાંથી બાકાત રખાયા હતા. ત્યાર બાદ હવે રેલ તંત્રએ અન્ય વિસ્તારમાં તા.10 થી 7 દિવસોમાં દબાણો હટાવી લેવા લોકોને નોટીસો અપાઈ છે.





















































