Mysamachar.in-અમદાવાદ:
ગત્ મોડી રાત્રે બગોદરા ધોરીમાર્ગ પર એક વિચિત્ર અકસ્માત સર્જાયો. એક ટ્રકની ડ્રાઇવર કેબિનનો ભૂક્કો બોલી ગયો. આ કેબિનમાં બેઠેલાં એક દંપતિ અને તેના બાળકનો ભોગ લેવાઈ ગયો. આ ટ્રક પોતાની આગળના ક્યા વાહનની પાછળ ઘૂસી ગયો હતો, તેની કોઈ જ વિગતો આજે બપોર સુધી બહાર આવી નથી.
આ અકસ્માત ધોળકા-બગોદરા ધોરીમાર્ગ પર ગત્ મોડી રાત્રે સર્જાયો હતો એમ જાહેર થયું છે. જે ટ્રક પોતાની આગળના કોઈ વાહનની પાછળ ઘૂસી ગયો હતો, એ વાહન રોડ પરથી અદ્રશ્ય થઈ ગયું. આથી આ અકસ્માતના બીજા વાહનને અજાણ વાહન જાહેર કરવામાં આવ્યું છે. જેની કોઈ જ વિગતો આજે બપોર સુધી બહાર આવી નથી.
અકસ્માતનો ભોગ બનેલા આ ટ્રકની કેબિનમાં એક દંપતિ પોતાના બાળક સાથે મુસાફરી કરી રહ્યું હતું. આ ટ્રકની કેબિનનો બુકડો બોલી ગયો. કેબિનમાં બેઠેલા દંપતિ અને તેના બાળકનો ભોગ લેવાઈ ગયો. જો કે, આ દંપતિ ક્યાંનું હતું અને તેમના નામઠામ શું હતાં, એ અંગે કોઈ વિગતો હજુ સુધી બહાર આવી નથી. 108ની ટીમે આ 3 મોતની પુષ્ટિ કરી છે. અને આ આઈશર ટ્રકના ઈજાગ્રસ્ત ચાલકની સોલા સિવિલ હોસ્પિટલમાં તાકીદની સારવાર ચાલી રહી છે.


























































