Mysamachar.in-જામનગર:
કાલાવડના કુંભનાથપરામાં રહેતાં એક શખ્સે કેટલાંક લોકોની મદદથી કાલાવડના સોરઠા ગામ સહિતના કેટલાંક ખેડૂતોને ખેડૂતને આશરે રૂ. એક કરોડ જેટલી રકમનું બૂચ મારી દીધાની પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. આ શખ્સે ખેડૂતો પાસેથી કેટલાંક ખેત ઉત્પાદનની ખરીદી કરી પરંતુ પછી આ માલના નાણાં નથી આપ્યા, એમ ફરિયાદી ખેડૂતે ખુદ સહિતના અન્ય ખેડૂતો વતી પોલીસમાં જાહેર કર્યું છે.
કાલાવડના સોરઠાના ખેડૂત કુલદીપ કોઠીયાએ કાલાવડના કુંભનાથપરામાં રહેતાં દિલીપ નારદ સાવલીયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે, દિલીપ નામના આ શખ્સે ફરિયાદી તથા સાહેદ ખેડૂતો પાસેથી રૂ. 84,92,204 ની 6,073.800 મણ મગફળી, રૂ. 5,80,397ની કિંમતના 112 મણ તલ અને રૂ. 6,25,000ની કિંમતના 374 મણ ચણા ખરીદી, બાદમાં આ માલના અંદાજે ૧ કરોડ નાણાં ફરિયાદી સહિતના ખેડૂતોને આપ્યા નથી, એમ આ ફરિયાદમાં જણાવાયું છે. ખેડૂતોને બૂચ લગાવી દીધાની આ ફરિયાદથી કાલાવડ પંથકમાં ચકચાર મચી છે.




























































