Mysamachar.in-જામનગર:
જામનગરની અગ્રણી સહકારી બેંક ધી નવાનગર કો. ઓપ. બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટરની મીટીંગ તા.૧૫-૧૨-૨૦૨૫ના રોજ બેંકની મુખ્ય ઓફિસ નવાનગર બેંક ભવન પ્રણામી સ્કુલ ખાતે યોજાયેલ હતીબેન્કના હાલના ચેરમેન તરીકે પ્રદીપભાઈ વાધર તથા વાઈસ ચેરમેન તરીકે ચેતન ખટ્ટરની અઢી વર્ષની ટર્મ ટર્મ પૂર્ણ કરી તેઓએ અન્ય ડાયરેક્ટર્સને પણ આવા પદ ઉપર કાર્ય કરી પોતાની કાર્યશક્તિથી બેંકની પ્રગતિમાં વધારો કરી શકે તે માટે નવા ચેરમેન અને વાઈસ ચેરમેનની વરણીઓ થાય તેવી ઈચ્છા દર્શાવતા બેન્કના ચેરમેન તરીકે અશોકભાઈ જોબનપુત્રા તથા વઇસ ચેરમેન તરીકે મુનીશ મહેતાની સર્વાનુમતે વરણી કરવામાં આવી હોવાનું જાહેર કરવામાં આવ્યું છે.
























































