Mysamachar.in-જામનગર:
સમગ્ર રાજ્યમાં બાંધકામ સાઈટ્સ પર બિલ્ડર્સ મનમાની કરતાં હોય છે, પ્રદૂષણ અને સલામતી મામલે ઘણાં નિયમોનો ભંગ પણ કરતાં હોય છે, આ પ્રકારના ધંધાર્થીઓને કોઈ કશું કહેતું નથી એવી એક માન્યતા લોકોના મનમાં ઘર કરી ગઈ તેથી સંકોચનો અહેસાસ કરી રહેલી સરકારે બધી જ મહાનગરપાલિકાઓને કહ્યું : ચેક કરો, દંડ કરો..સવાલ પ્રતિષ્ઠાનો છે.
ત્યારબાદ જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં ચેકિંગ થયું. જેમાં વિગતો સામે આવી કે, રાજ્યમાં 1,607 બાંધકામ સાઈટ્સ પર નિયમભંગ થયો છે. આ ધંધાર્થીઓને કુલ રૂ. 1.26 કરોડનો દંડ થયો. જામનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આવો એક પણ કેસ નોંધાયો નથી આથી કોઈને કશો દંડ કરવાનો પ્રશ્ન ઉભો થતો નથી. જામનગરના બધાં જ બિલ્ડર્સ સોજા છે, નિયમભંગ કરતાં નથી, બધાં જ નિયમોનું પાલન કરે છે. જો કે એક વાત એ પણ છે કે, જામનગરમાં આ ચેકિંગ થયું ક્યારે ?!…(file image)


