Mysamachar.in-ગીર સોમનાથ:
જ્યાં જ્યાં સરકારી અધિકારીઓ સંકળાયેલા હોય તેવા બધાં જ વિભાગમાં લાંચનું અનિષ્ટ છે. કપાસની ગાંસડીના કામોમાં પણ ‘વહીવટ’ કરવો પડે છે, એવું વધુ એક પ્રકરણ બહાર આવી ગયું. કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાના એક અધિકારી સહિત કુલ બે ની લાંચ કેસમાં ધરપકડ થઈ છે.
આ કેસની ટૂંકી વિગત એવી છે કે, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયાની ઉના કચેરીનો એક અધિકારી અને એક કર્મચારી કપાસની ગાંસડીઓના બિલો મંજૂર કરી આપવાના કામના બદલામાં રૂ. 7 લાખની લાંચના છટકામાં ઝડપાઈ ગયા છે. આ છટકું ગીર સોમનાથના ACB PI ડી.આર.ગઢવીએ ગોઠવેલું. જેમાં લાંચની રકમ સ્વીકારનાર વર્ગ-4 નો કર્મચારી દિવ્યેશ નાથા સાગઠીયા ઉના ખાતેથી ઝડપાઈ ગયો છે અને જે અધિકારી વતી આ લાંચ સ્વીકારવામાં આવી હતી, તે અધિકારીને રાજકોટ તેના નિવાસસ્થાનેથી, મવડી વિસ્તારમાંથી ઝડપી લેવામાં આવ્યો છે. આ અધિકારીનું નામ મહેશ બી. બિરલા છે, જે વર્ગ-3 નો અધિકારી છે અને સિનિયર કોમર્શિયલ ઓફિસર, CCI છે. ACBએ લાંચની રૂ. 7 લાખની રકમ રિકવર કરી છે.