Mysamachar.in-અમદાવાદ:
રાજ્યના ATSના વડા દીપન ભદ્રનને સેન્ટ્રલમાં IG તરીકે પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ભૂતકાળમાં દીપન ભદ્રન જામનગર SP તરીકે પણ રહી ચૂક્યા છે અને એમના એ કાર્યકાળમાં ગુજસીટોક હેઠળની રાજ્યની પ્રથમ FIR જામનગર પોલીસમાં દાખલ થયેલી. જેમાં જયેશ પટેલ સહિતના આરોપીઓનો સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનિય છે કે, રાજ્ય સરકારે જેતે સમયે એમને જામનગર SP તરીકે આ સ્પેશિયલ ટાસ્ક સાથે જ પોસ્ટીંગ આપ્યું હતું.હવે કેન્દ્ર સરકાર તેમને ડેપ્યુટેશન પર દિલ્હી લઇ ગઈ છે.અને તેવો હવે આઈ.જી તરીકેની ફરજ દિલ્હી ખાતે બજાવશે
કેન્દ્રીય પ્રધાનમંડળની એપોઈમેન્ટ માટેની કમિટીના હુકમ મુજબ IPS દીપન ભદ્રનને દિલ્હીમાં આ પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. એમની સાથે અન્ય 2 IPS દિવ્ય મિશ્રા અને સૌરભ તોલબિયાને પણ દિલ્હીમાં IG તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. સૌરભ તોલબિયા અગાઉ ખેડા SP તરીકે રહી ચૂક્યા છે.

મહત્વનું છે કે સાઉથના સુપર કોપ અને જાંબાઝ IPS દીપન ભદ્રનની જામનગરમાં જે તે સમયે એન્ટ્રી થઈ હતી અને અચ્છા અચ્છા ધ્રૂજવા લાગ્યા. અને, ગુજસીટોક હેઠળનો રાજ્યનો પ્રથમ ગુન્હો જામનગર પોલીસમાં નોંધાયો હતો ભદ્રન અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ATSમાં તેજસ્વી કારકિર્દી ધરાવે છે,
આ ઉપરાંત સંખ્યાબંધ હાઈ પ્રોફાઈલ કેસો તેઓએ આગવી શૈલીમાં ઉકેલ્યા છે. કેન્દ્ર સરકાર તેઓની અનોખી રીતે કદર કરી અને તેવોને કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી કુશલતા પદક દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા, તેઓની અસાધારણ રીતે ઇનપુટ્સ મેળવવાની સ્કીલને કેન્દ્ર સરકાર એવોર્ડ દ્વારા યાદગાર બનાવી હતી, મહત્વનું છે કે ભદ્રનના સીધા માર્ગદર્શનમાં એટીએસ ટીમ ગુજરાતને ડ્રગ્સ મુક્ત કરવાની દિશામાં વિવિધ સફળ ઓપરેશનો પાર પાડ્યા અને તેની દેશમાં નોંધ લેવાઈ છે.