Mysamachar.in-જામનગર:
સેક્સ ટોયઝ્ ની વાત નીકળે ત્યારે ઘણાં લોકો નાકનું ટીચકું ચડાવી જતાં હોય છે પરંતુ હકીકત એ છે કે, દુનિયાભરમાં આ ચીજોનો વેપાર મોટો છે. આ રમકડાં બનાવવા ઉત્પાદકો સતત નવા ઈનોવેટીવ રસ્તાઓ અપનાવતા હોય છે અને પ્રતિબંધ હોય તેવા ભારત સહિતના દેશોમાં પણ આ ટોયઝ્ નું વેચાણ થઈ રહ્યું છે.
સેક્સ ટોયઝ્ એક અજીબ વ્યવસાય છે. જે પુરૂષો અને મહિલાઓ પાર્ટનરની ગેરહાજરીમાં કૃત્રિમ જાતીય આનંદ મેળવવાની વૃત્તિ ધરાવે છે તેઓ વિવિધ ઉપાયો દ્વારા આ ચીજો મેળવી લેતાં હોય છે. આપણે ત્યાં પ્રતિબંધ હોવા છતાં આ ચીજોની ઓનલાઈન ખરીદીઓ થઈ રહી છે. પોસ્ટ ઓફિસ મારફતે અથવા અન્ય પાર્સલ સિસ્ટમ મારફતે આ ચીજો ખરીદદારો સુધી પહોંચી રહી છે.
ઘણી વખત વિદેશોમાંથી દેશમાં આવતાં પાર્સલ પંચોની હાજરીમાં સંબંધિત વિજિલન્સ વિભાગો દ્વારા સ્કેન કરવામાં આવતાં હોય છે, ખોલવામાં આવતાં હોય છે. આ સમયે આવી પ્રતિબંધિત ચીજો ઝડપાઈ જતી હોય છે. અમદાવાદમાં આ પ્રકારના ઘણાં ટોયઝ્ ઝડપાતા રહે છે. આ પ્રકારના પાર્સલ સૌરાષ્ટ્ર-કચ્છ સહિતના ગુજરાતના વિવિધ વિસ્તારોના એડ્રેસ ધરાવતા હોય છે.
સૂત્રએ આપેલી વિગતો અનુસાર, જે શહેરોમાં આ ટોયઝ્ નું વેચાણ વધી રહ્યું છે તે શહેરોની યાદીમાં જામનગર ઉપરાંત રાજકોટ, વડોદરા, આણંદ, નડિયાદ અને વલસાડનો સમાવેશ થાય છે. સૂત્ર એમ પણ કહે છે કે, આ ચીજોની ઓનલાઈન જે ખરીદીઓ થઈ રહી છે તેમાં 70 ટકા પાર્સલ મહિલાઓના નામથી બુક થયેલા હોય છે. સમગ્ર દેશની વાત કરીએ તો, આ ટોયઝ્નું સૌથી વધુ વેચાણ ગુજરાતમાં થઈ રહ્યું છે.(symbolic image)