Mysamachar.in-અમદાવાદ:
વિજ્ઞાન ખૂબ જ આગળ વધી ગયું છે અને સામાજિક, આર્થિક તેમજ પારિવારીક દ્રષ્ટિએ પણ મહિલાઓ ઘણી જ આધુનિક બની રહી છે, આમ છતાં ફેમિલી પ્લાનિંગના ઓપરેશનના આંકડા કહે છે, આ જવાબદારીઓ આજની તારીખે પણ પુરૂષ પોતાની પત્ની પર લાદી દે છે. આમ જૂઓ તો, તબીબી દ્રષ્ટિએ મહિલાઓની સરખામણીએ પુરૂષમાં આ પ્લાનિંગ વધુ સરળ હોય છે.
વર્ષ 2015-16 થી અત્યાર સુધીના કુટુંબ નિયોજન ઓપરેશનના આંકડા જાહેર થયા છે. જેમાં મહિલાઓ અને પુરૂષોના તમામ આંકડા જાહેર થયા છે. 2015-16માં 3.70 લાખ મહિલાઓએ ફેમિલી પ્લાનિંગ ઓપરેશન કરાવ્યા હતાં. તેની સામે પુરૂષો પૈકી માત્ર 2.9 હજારએ આ ઓપરેશન કરાવ્યા. એટલે કે, મહિલાઓની સરખામણીએ માત્ર 0.8 ટકા પુરૂષ આ ઓપરેશન કરાવે છે.
વર્ષ 2023-24 માં 3.10 લાખ મહિલાઓએ અને 0.9 હજાર પુરૂષે કુટુંબ નિયોજન ઓપરેશન કરાવ્યા. પાછલાં 10 વર્ષના આંકડા કહે છે કે, એક પણ વર્ષે મહિલાઓની સરખામણીએ પુરૂષ ઓપરેશનનો આંકડો 1 ટકાથી વધતો નથી. સરકારના પ્રયાસો અને પ્રોત્સાહન છતાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં પુરૂષો ફેમિલી પ્લાનિંગ ઓપરેશનમાં રસ લેતાં નથી. આ જવાબદારીઓ મહિલાઓ પર ઢોળી દે છે.(symbolic image source:google)