Mysamachar.in: જામનગર
જામનગરમાં છેલ્લા બેએક વર્ષથી મોબાઈલ ચોરીઓની ફરિયાદો ધ્યાન ખેંચે તે રીતે જાહેર થઈ રહી છે, ઘરમાંથી મોબાઈલ ચોરાઈ જાય, ખિસ્સામાંથી મોબાઈલ ચોરાઈ જાય અને ઘરની બારીમાં એવી રીતે મોબાઈલ રાખવામાં આવ્યો હોય કે, રસ્તે ચાલનાર કોઈ પણ વ્યક્તિ તમારૂં ધ્યાન ચૂકવી મોબાઈલ લઈ જઈ શકે ! આ પ્રકારની ફરિયાદોનો ધોધ વહી રહ્યો છે. આવી વધુ એક ફરિયાદ દાખલ થઈ છે.
જામનગરના સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મોબાઈલ ચોરીની એક ફરિયાદ દાખલ થઈ છે. આ પોલીસ સ્ટેશન નજીક જ આ ચોરી થઈ. જૂનાગઢ જિલ્લાની વતની ફોરમ અમૃતલાલ કનેરીયા નામની એક તબીબી છાત્રાએ આ ફરિયાદ દાખલ કરાવી. ફરિયાદી છાત્રા અને તેની ફ્રેન્ડ પ્રગતિ આયુર્વેદ યુનિ.માં અભ્યાસ કરે છે, હોસ્ટેલમાં રહે છે. આ બંને સહેલીઓ ગત્ શનિવારે સવારમાં પોલીસ સ્ટેશન નજીક સોડા શોપ ખાતે ગઇ હતી.સોડા શોપ બહારના ભાગમાં આ બંને સહેલી કોઈ પીણું પી રહી હતી ત્યારે, કોઈ ચોર ફરિયાદી યુવતીની બેગમાંથી મોબાઈલ ચોરી ગયો. અને, ફરિયાદીની મિત્રનું ટેબલેટ પણ ચોરી ગયું. ફરિયાદી છાત્રાએ ફરિયાદમાં આમ લખાવ્યું છે.