Mysamachar.in-જામનગર:
સાયબર કાઇમને લગત ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત વધતા ગુન્હાઓ આચરતા આરોપીઓને પકડી પાડવા અને તેઓ વિરુધ્ધ ગુન્હાની તલસ્પર્શી તપાસ થાય અને આરોપીઓને કાયદાની જોગવાઈ મુજબ મહત્તમ સજા થાય તે હેતુથી જામનગર સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આઇ.એ. ઘાસુરા અને એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેકટર બી.એન.ચૌધરી દ્વારા જરૂરી સુચના કરવામાં આવેલ કે, હાલના સંજોગોમાં ઓનલાઈન આર્થિક ઠગાઈને લગત સાયબર ક્રાઇમના બનાવો વધવા પામેલ છે. જેમા લોકો સાથે ઓનલાઈન ફોડ કરતી આંતરરાજ્ય ગેંગના સભ્યો જામનગર ખાતે રહી ઓનલાઈન છેતરપિંડીથી મેળવેલ નાણા ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન ટ્રાન્સફરથી સગેવગે કરી ગેરકાયદેસર આર્થિક વ્યવહારો કરતા હતા.
જામનગર શહેરમાં ઓશવાળ હોસ્પિટલની પાસે આવેલ કૈલાસ હોટેલના રૂમ નંબર 209 માં ત્રણ અજાણ્યા ઇસમો પોતાની પાસે રહેલ લેપટોપ, ટેબલેટ તેમજ મોબાઇલ ફોન દ્વારા લોકો સાથે ઓનલાઈન ફોડથી મેળવેલ નાણા સગેવગે કરી ગેરકાયદે આર્થિક વ્યવહારો કરી રહ્યા છે. જે હકીકત આધારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન અને એસ.ઓ.જી સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઈડ કરતા જ્યાં આરોપીઓ પોતાની પાસે રહેલ અને કમીશનથી મેળવેલ અન્ય વ્યક્તિઓના બેંક એકાઉન્ટમાં ઓનલાઈન ફ્રોડના અને ગેરકાયદેસર ચાલતી ઓનલાઈન ગેમીંગના નાણા પોતાની પાસે રહેલ લેપટોપ, ટેબલેટ અને મોબાઈલ ફોન દ્વારા ઓનલાઈન બેંકિંગના માધ્યમથી તેમજ ઓ.ટી.પી શેર કરી પોતાના મળતીયાઓને ટ્રાન્સફર કરી સગેવગે કરતા હોય જેઓને જામનગર ખાતેના સહ આરોપી તથા મુદ્દામાલ સાથે પકડી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.
-કોણ કોણ ઝડપાયું
-રાહુલ હિરાભાઈ નારોલા રહે.વરાછા સુરત મુળ રહે.ગામ-દામનગર તા.લાઠી જિ.અમરેલી
-એમ.ડી.બાદશા એમ.ડી.નાસિર રહે. સીટી-બેન્ડેલ હુગલી રાજ્ય.પશ્ચિમ બંગાળ
-અવિનાશ પ્રસાદ ઓમપ્રકાશ મહતો રહે.બડગામ જિ.રામગઢ રાજ્ય ઝારખંડ
-તુષાર ઘેટીયા રહે. કૃષ્ણનગર જામનગર
-આરોપીઓ પાસેથી મળી આવેલ મુદ્દામાલ
અલગ-અલગ બેંક એકાઉન્ટની ચેકબુક નંગ-3
અલગ-અલગ બેંકના ડેબીટ કાર્ડ નંગ-8
લેપટોપ,1
ટેબલેટ ,1
મોબાઈલ ફોન નંગ-6
છુટક રહેલ સીમકાર્ડ-3