Mysamachar.in-અમદાવાદ:
ગુજરાતમાં તહેવાર ટાણે જ આગ અકસ્માત સહિતની ઘટનાઓ બની જેના પગલે ઈમરજન્સી કેસમાં પણ વધારો થયો છે. ગઈકાલે (31 ઓક્ટોબર 2024)ના રોજ ઉજવણી દરમિયાન કેટલીક જગ્યાએ ઘટનાઓ પણ બની હતી, જેના પગલે રાજ્યમાં 4885 ઈમરજન્સીના કોલ નોંધાયા છે.સામાન્ય દિવસોમાં 1800થી 2000 જેટલા ઈમરજન્સી કોલ આવતા હોય છે જ્યારે દિવાળીના દિવસે ઈમરજન્સી કેસોમાં વધારો જોવા મળ્યો હતો.