Mysamachar.in-જામનગર:
જામનગર નજીક જોડિયા પાસે આવેલ બાલાચડી સૈનિક સ્કુલ એક વિશેષ મહત્વ ધરાવતી શૈક્ષણિક સંસ્થા છે, આ સંસ્થા ના માત્ર ગુજરાત પણ દેશ વિદેશમાં પણ જાણીતી સંસ્થા છે, એવામાં આ સંસ્થાના એક કર્મચારીની કરતુતને કારણે બાલાચડી સૈનિક સ્કૂલને બદનામ થવાનો વારો આવ્યો છે, આ અંગે જોડિયા પોલીસ મથકે મળતી વિગતો મુજબ….
બાલાચડી સૈનિક સ્કુલના બેન્ડ માસ્ટર વિરુદ્ધ નોંધાયેલ ફરિયાદમાં ફરિયાદી તરીકે સૈનિક સ્કુલના પ્રિન્સીપાલ શ્રેયસ નીતિનભાઈ મહેતા છે તેવોએ તેમની જ સ્કુલમાં બેન્ડ માસ્ટર તરીકે ફરજ બજાવતા પવનકુમાર જગદીશકુમાર ડાંગી જે મૂળ જોધપુર રાજસ્થાનનો રહેવાસી છે, તેના વિરુદ્ધ જોડિયા પોલીસ મથકમાં શાળામાં અભ્યાસ કરતા બે બાળકો જેની ઉમર 12 વર્ષ જેટલી છે તેમની સાથે જાતીય સતામણી (અડપલા) કરવા અંગે અને ધમકી આપવા સહિતની કલમો હેઠળ બાલાચડી સૈનિક સ્કુલના પ્રિન્સિપાલે નોંધાવેલ ફરિયાદને આધારે આરોપી એવા સૈનિક સ્કુલના બેન્ડ માસ્ટર પવન કુમાર ડાંગીને અટકાયત કરવા અંગેની તપાસ તજવીજ જોડિયા પોલીસ દ્વારા કરાઈ રહી છે.