Mysamachar.in-જામનગર:
ઘણાં નિ:સંતાન દંપતિઓ બાળકની ઝંખના પૂર્ણ કરવા માટે વિવિધ ઉપાયો અને સારવારો કરતાં હોય છે અને એ માટે મોટો ખર્ચ પણ કરતાં હોય છે, હવે જામનગરમાં આ માટે એક અત્યાધુનિક સેન્ટરનો રવિવારે પ્રારંભ થઈ રહ્યો છે જ્યાં ઓછાં ખર્ચથી આ માટેની આધુનિક સારવાર ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ અંગે જાણીતાં ગાયનેકોલોજિસ્ટ ડો.દિપક ભગદેએ એક પત્રકાર પરિષદમાં વિગતો આપી છે.
આ પત્રકાર પરિષદમાં જણાવાયું છે કે, શહેરના સુમેર ક્લબ એસટી રોડ પર બેન્ક ઓફ બરોડની પાછળ આવેલી અવધ નામની ઈમારતમાં રવિવારે 21મી જાન્યુઆરીએ કેન્ડોર IVF (ટેસ્ટ ટ્યૂબબેબી) સેન્ટરનો પ્રારંભ થઈ રહ્યો છે, જ્યાં રાજ્યની બેસ્ટ કક્ષાની સારવાર અને માર્ગદર્શન આપવામાં આવશે અને ગર્ભવતી બનવા ઈચ્છતા નિ:સંતાન મહિલાઓને IVFની આધુનિક સારવાર આપવામાં આવશે અને એ પણ અન્ય આવા સેન્ટરની સરખામણીએ ઓછાં ખર્ચે. આ સેન્ટરમાં નિષ્ણાંત તબીબોની ટીમ ઉપલબ્ધ છે. અને આ સેન્ટર આ પ્રકારની સારવાર માટેનું વિશાળ સેટઅપ ધરાવે છે. જામનગરમાં આ પ્રકારનું આ પ્રથમ સેન્ટર છે. જ્યાં વર્લ્ડક્લાસ સુવિધાઓ અને સારવાર ઉપલબ્ધ છે અને એ પણ વાજબી ખર્ચથી. કેન્ડોર નામના આ સેન્ટરમાં ડો. દિપક ભગદે ઉપરાંત આ માટેના નિષ્ણાંત તબીબો ડો. દિપ્તી વ્યાસ, ડો. નિતા માંઢાઈ સાતા, ડો. દિપલ ભાલોડિયા, ડો. નિર્ઝરીણી મહેતા અને ડો. આનંદ ભગદેની ટીમ ઉપલબ્ધ રહેશે.