Mysamachar.in-ગાંધીનગર:
છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં એક જ ચર્ચા છે કે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ અપાયા બાદ રાજ્યમાં અન્ય પ્રવાસન સહિતના સ્થળોએ દારૂ પીવાની છૂટની ચર્ચાએ જોર પકડ્યું છે. ધોરડો, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર થઇ રહ્યો છે.? આ સવાલ ના જવાબમાં મંત્રીએ કહ્યું કે ગુજરાતમાં જરૂરિયાતોને અનુલક્ષીને દારૂની છૂટ મામલે નિર્ણય લેવાશે. સમય જતા ગુજરાતના હિતને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવામાં આવશે.
રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ધોરડો, સાપુતારા, સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા વિસ્તારોમાં દારૂની છૂટ આપવા અંગે વિચાર થઇ રહ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ઉદ્યોગો અને પ્રવાસન સ્થળો પર દારૂની છૂટ અપાઇ શકે છે. મહત્વના સ્થળો પર દારૂની છૂટ અંગે સમય આવ્યે નિર્ણય લેવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે.