Mysamachar.in-જામનગર:
જામનગર શહેર સીટી સી ડીવીઝન પોલીસ ઇન્સ્પેકટર એ.આર.ચૌધરી માર્ગદર્શનમાં સર્વેલન્સ સ્કોડના પી.એસ.આઈ. વી.એ.પરમાર અને સ્ટાફના માણસો પ્રોહી જુગારના કેસો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સ્ટાફના યશપાલસિંહ જાડેજા, યુવરાજસિંહ જાડેજા અને શીવભદ્રસિંહ જાડેજાને મળેલ હકિકત આધારે જામનગર શહેરમાં બ્લોક નં 202 શુભ આવાસ એપાર્ટમેંટ જૈનદેરાસરની બાજુમા હરીયા સ્કુલની બાજુમાં જામનગર ખાતે રહેતા જીગ્નાબેન જગદીશભાઈ જોગીયા પોતાના રહેણાક મકાને બહારથી માણસો બોલાવી પોતાના અંગત ફાયદા સારૂ નાલ ઉધરાવી જુગાર રમવાની વ્યવસ્થા કરી આપી ગંજીપત્તાના પાના વડે તીનપતીનો પૈસાની હારજીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે જે હકીકત આધારે રેઇડ રોકડ રૂ.01,09,200, મોબાઇલ ફોન નંગ-6 કિ.રૂ. 90,000, એક મો.સા કિ.રૂ 25,000 મળી કુલ રૂ.2,24,200 ના મુદામાલ સાથે પકડી પાડી મજકુર આરોપીઓ વિરુદ્ધ ગુન્હો દાખલ કરતા વધુ તપાસ પી.એસ.આઈ.આર.વી.રાઠોડ ચલાવે છે.
-કોણ કોણ ઝડપાયું…
-જીજ્ઞાબેન જગદિશભાઇ જોગીયા
-ચતુરાબેન વજુભાઈ ગુજ્જર
-પારૂલબેન જિતેન્દ્રભાઈ પરમાર
-હિનાબેન વિપુલભાઈ કિશનભાઈ રાઠોડ
-મધુબેન જેરામભાઈ બુરાભાઈ
-રીટાબેન જયેશભાઈ ગોરધનભાઈ અનડકટ