Mysamachar.in-જામનગર:
પતિ પત્ની વચ્ચે જયારે ત્રીજા પાત્રની એન્ટ્રી થાય અથવા એવી શંકા થાય તો તેના પરિણામો વિપરીત જ હોય છે, જામનગરમાં પણ આવી એક ઘટના ઝૂપડપટ્ટીમાં વસતા પરિવારમાં સામે આવી છે જેમાં પતિને પોતાની પત્નીને વતનમાં અન્ય કોઈ સાથે આડા સબંધો છે તેવી આશંકાએ પોતાની પત્નીને મોડીરાતે મોતને ઘાટ ઉતારી પોતે પણ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધાનું જાહેર થયું છે, આ અંગેની રેકર્ડ પર વિગતો કહે છે કે…
જામનગર નજીક કનસુમરાગામ નજીક શિવ મેટલ એલોયની સામેના પ્લોટમા ઝૂપડપટ્ટીમાં વસવાટ કરતા નેવાભાઇ કલાભાઇ ખરાડી ઉ.વ.48 અને મરણજનાર મહિલા પતિ પત્નિ હોય અને નેવાભાઈને તેમની પત્નિ તેમના વતનમા કોઇ પુરૂષ સાથે આડા સબંધ રાખેલ છે તેમ શંકા-કુશંકા કરતો હોય જે બાબતે અવાર નવાર બન્ને વચ્ચે ઝઘડો તકરાર થતા રહેતા હતા તે દરમ્યાન મૃતક આરોપી નેવાએ આ બાબતનુ મનમા રાખી આ તેમની પત્નીને માથાના ભાગે લાકડાના હાથાવાળા લોખંડના કુહાડાથી જીવલેણ હુમલો કરી માથામા અલગ અલગ જગ્યાએ ચાર ઘા મારી પત્નીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેણીનું મોત થયું હતું,પત્નીનું મોત નિપજાવી ત્યાથી નાશી જઇ થોડે દુર જઇ ઇલેકટ્રીકના થાંભલામા ખાટલો ભરવાની સુતરની પટ્ટી વડે ટીંગાય જઇ ગળાફાસો ખાઇ પોતે પણ આત્મહત્યા કરી લીધાની ઘટના બાદ પંચકોશી બી ડીવીઝન પોલીસે મૃતક પતિ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી બને મૃતદેહોના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહીઓ શરુ કરી છે.