Mysamachar.in-નવસારી:
“સલામત સવારી એસટી અમારી”આ સ્લોગન તો સરસ છે,પણ કાઈ થાય તો જવાબદારી તમારી…અત્યારસુધી તો એસ.ટી.બસો રોડ પર બંધ થઇ જાય…પલ્ટી મારી જાય સહિતના અનેક કિસ્સાઓ આપણે જોતા આવ્યા છીએ,પણ આજે નવસારી એસટી ડેપોમાં જે કિસ્સો બન્યો તે ડેપોમાં ભાગ્યે જ જોવા મળે છે,નવસારીના ચીખલી ડેપોમાં રિવર્સમાં એસ.ટી બસ પ્લેટફોર્મ પર ચડી જતા થોડીવાર પુરતી ભાગદોડ મચી જવા પામી હતી,
જો કે બસને રિવર્સમાં આવતી જોઈને પેસેન્જરો ખસી જતા જાનહાની ટળી હતી,જોકે પ્લેટફોર્મ પર ભારે નુકસાન થયું હોવાનું સામે આવી રહ્યું છે,જાણવા એવું પણ મળી રહ્યું છે કે થોડા દિવસો પૂર્વે પણ આ ડેપોમાંથી એક બસના કંડકટર અને ડ્રાઈવર આઘાપાછા થયાને બસ ડ્રાઈવર વિના જ ચાલવા લાગી હતી,અને ૫૦ મીટર જેટલી ચાલી હતી..આમ સલામત સલામત ની ગુલબાંગો વચ્ચે એસ.ટી.નું તંત્ર ખરેખર રામભરોસે ચાલી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે.