Mysamachar.inબોટાદ:
સામાન્ય રીતે સરકારી બાબુઓ ધક્કા ખવડાવામાં માહિર હોય છે કે અરજદારોને શબ્દોની મારામારીમાં અટવાઈ દઈ અને જો કામ ના કરવું હોય અથવા તો મોડું કરવું હોય તો તે કરવા માટે અમુક અધિકારીઓ ખાસ પ્રકારની આવડત ધરાવે છે,એવામાં સરકારી કચેરીઓમાં કામ માટે જતા અરજદારોએ વારંવાર ધક્કા ખાવા પડતા હોવાની ફરિયાદોની રાવ હવે સરકાર સુધી પણ પહોંચી હોય તેવું લાગી રહ્યું છે. બોટાદમાં આયોજીત એક કાર્યક્રમમાં જાહેરમંચ પરથી સંબોધન દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે અધિકારીઓને ચેતવણી આપતા જણાવ્યું કે, વિવિધ નીતિ નિયમો બતાવી અરજદારને પરેશાન કરવામાં ન આવવા જોઇએ. મુખ્યમંત્રીએ ચેતવણીના અંદાજમાં કહ્યું કે, અરજદારોને પરેશાન કરવામાં ન આવવા જોઇએ. જો કામ થાય એમ હોય તો હા પાડો નહી તો ના પાડી દો.પહેલા ના પાડે અને બે વર્ષ પછી તે જ કામ થઇ જાય. જો કામ કરવામાં શબ્દોની મારામારી નડતી હોય તો આપણે શબ્દો જ બદલી નાખીએ ત્યાં સુધીની વાત મુખ્યમંત્રી પોતાના અંદાજમાં જાહેરમંચ પરથી જ કરી દીધી હતીં,
તેમણે પ્રાસંગિક સંબોધન કરવાની સાથે સરકારી અધિકારીઓને તેમની કાર્યપ્રણાલીમાં સુધાર કરવાનું કહેતા કડક શબ્દોમાં ટકોર કરી હતી.મનમાની કરતા સરકારી બાબુને મુખ્યમંત્રીએ સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે, લોકોના નીતિ નિયમોની આડમાં હેરાન ન કરો કારણ કે તમામ લોકો નિતીનિયમ જાણતા હોતા નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અરજદાર નીતિનિયમો દર્શાવીને હેરાન ના કરો. તેમણે સરકારી અધિકારીઓની કાર્યનિષ્ઠા પર સવાલ કરતા કહ્યું કે, જે કામ પહેલા જ દિવસે ન થાય તે બે વર્ષ બાદ કેમ થઇ જાય? એ વિચારવું જોઇએ. ભૂપેન્દ્ર પટેલે નીતિ નિયમોની આંટીઘુંટીમાં જનતા પરેશાન ન થાય તેવી સરળ કાર્ય પદ્ધતિથી કામ કરવા અધિકારીઓને સૂચન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, અધિકારી જનતાની મદદ કરવાના બદલે તેમને નિતી નિયમોનો હવાલો આપીને ડરાવવાનું કામ ન કરે. બોટાદમાં ભૂપેન્દ્ર પટેલે અધિકારીઓને સૂચન કર્યું કર્યું કે, જનતાને હેરાન પરેશાન કરીને ધક્કા ખવડાવવાની બદલે તેમની મદદ કરીને સરળ રસ્તો બતાવીને તેમને કામ પાર પાડવા જોઇએ.