Mysamachar.in-નર્મદા:
ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વારંવારના પ્રવાસોને લઈને અનેક રાજકીય ચર્ચાઓ વચ્ચે આજે ફરીથી નર્મદાના સાધુબેટ પર ચાલી રહેલી વાર્ષિક ઓલ ઈન્ડિયા ડીજી કોન્ફરન્સમાં હાજરી આપવા આવી પહોંચ્યા છે,
૨૦ ડિસેમ્બર થી ૨૨ ડિસેમ્બર સુધી ચાલનારી ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરેન્સ આયોજન કરવામાં આવ્યુ છે. આજે આ કોન્ફરન્સનો બીજો દિવસ છે, જેમાં પીએમ મોદી સંબોધન કરશે. કોન્ફરન્સમાં DG, ADGP અને AGP આવી પહોંચ્યા છે. ટેન્ટ-૨ સિટી ખાતે કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. જેને લઈને સુરક્ષા વ્યવસ્થાનો ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે,
સેન્ટ્રલ અને સ્ટેટ IB,ગુજરાત ATS અને અન્ય એજન્સીઓએ સુરક્ષા વ્યવસ્થા સંભાળી લીધી છે. ઓલ ઇન્ડિયા ડીજી કોન્ફરેન્સમાં દેશની આંતરિક સુરક્ષા, સીમા સુરક્ષા, આંતકવાદ, નક્સલવાદ અને હાલમાં વધી રહેલા સાયબર એટેક પર મનોમંથન કરવામાં આવશે. દેશની સુરક્ષા માટેનાં પડકારો માટે મહત્વની ચર્ચા બાદ એક્શન પ્લાન પણ બનાવીને અમલમાં મુકવા માટે દિશાસૂચન કરવામાં આવશે,
ટેંટ સીટીથી પીએમ મોદી DG કોન્ફરન્સ સ્થાને જઇને લોકોને સંબોધિત કરશે. બીજા દિવસે શનિવારે સવારે ૯ વાગ્યાથી સાંજે ૪ સુધી તેઓ ત્યાં હાજરી આપશે. પીએમ શનિવારે સવારે ૯.૧૫ થી ૩.૩૦ સુધી DG કોન્ફરન્સમાં હાજરી આપશે. ત્યારબાદ બપોરે ૩.૪૫ વાગે કેવડિયા હેલિપેડ જવા રવાના થશે. ત્યારબાદ ૪.૫૦ કલાકે PM ગાંધીનગરના અડાલજ ખાતે ત્રિમંદિર પહોંચશે. અને ભાજપ મહિલા મોર્ચાના રાષ્ટ્રીય અધિવેશનમા હાજરી આપશે. અને છેલ્લે સાંજે ૬.૫૫ કલાકે અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.