Mysamachar.in-આણંદ
આણંદ અને ખેડા જીલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પાન-મસાલા ગુટખાની હોલસેલ દુકાન તથા ગોડાઉનમાં રાત્રીના ઘરફોડ ચોરી થયેલ ગુનાની એમ.ઑ. એકજ પ્રકારની હોય જેથી પોલીસ સ્ટાફનામાણસો દ્વારા અલગ-અલગ જગ્યાઓએ સી.સી.ટી.વી. ફૂટેજની ચકાસણી હાથ ધરેલ જેમાં એક ઇકો ગાડી જી.જે.27 ના પાસીંગવાળી શંકાસ્પદ જણાઈ આવેલ જેથી જી.જે.27 ની પાસીંગ વાળી ઇકો ગાડીની હ્યૂમન ઇન્ટેલીજન્સ/ ટેકનિકલ ઇન્ટેલીજન્સથી મહિતી મેળવી તપાસ કરતાં હકીકત મળેલ કે તારાપુર તથા સોજીત્રાના બંન્ને ગુનાઓમાં અગાઉ ઘણી ધરફોડ ચોરીઓમા પકડાયેલ જીગ્નેશ ઉર્ફે જીગો ગોરધનભાઈ રાઠોડ રહે. સામરખા તથા મુકેશ બાલી રહે. કરમસદ ઇકો ગાડી લઈને ચોરીઓ કરે છે. જેથી મળેલ સી.સી.ટી.વી. ફૂટેજની હકીકતને મળતી માહિતી હોય જેથી અલગ અલગ ટીમો બનાવી આ બન્ને ઇસમોના આશ્રયસ્થાનો તથા અવર જવરની જગ્યાઓની માહિતી મેળવી વોચ તપાસ રાખવામાં આવેલ….
દરમ્યાન ગઇકાલ માહિતી મળેલ કે જીગ્નેશ ઉર્ફે જીગો તથા મુકેશ બાલી તથા તેનો સાગરીત ઇકો ગાડી નં.જી.જે.27બી.ઇ.4275 લઈને ચોરી કરેલ માલ ગાડીમાં વેચવા માટે લાંભવેલ તરફ જનાર હોવાની માહિતી આધારે એલ.સી.બી સ્ટાફ માણસો બપોરના સમયે જોગણી માતાજીનાં મંદિર નજીક વોચમાં ગોઠવાયેલા દરમ્યાન મળેલ હકીકતવાળી ઇકો ગાડી આવતા તેમાં ત્રણ માણસો બેઠેલ હતા જેઓને કોર્ડની કરી પકડી લઈ પોકેટ કોપ મોબાઈલ દ્વારા વાહન નંબર ચેક કરી નામ ઠામ પૂછતાં જીગ્નેશ ઉર્ફે જીગો ગોરધનભાઈ રાઠોડ, મુકેશ ઉર્ફે બાલી રમેશભાઈ સોલંકી , જયેશભાઇ રમણભાઈ સોઢા જણાવેલ તેઓની તથા ઇકો ગાડીમાં તામસ કરતાં અલગ અલગ બ્રાન્ડની જેવી જે વિશ્વાસ છાપ સ્પેશ્યલ, રાવજી ડીલક્ષ, સ્પેશ્યલ શ્રી ક્રુષ્ણ બીડીઓના પેકટ, શાન તમાકુ, વી આઈ,પી મસાલાના પેકેટ તથા વિમલ પાન મસાલા ની પડીકીઑ છૂટી સોપારી તથા પરચુરણ રૂપિયા 900/- તથા મોટું ડિસમિસ પક્કડ નાની બેટરીઑ વગેરે મળી આવેલ.
જે બાબતે ઉપરોકત માણસોને પૂછપરછ કરતાં કોઈ ચોક્કસ ખુલાસો કરેલ નથી જેથી શકના આધારે તમામ મુદામાલ તથા તેઓની ઝડતીમાથી મળેલ મોબાઈલ રોકડ રકમ વગેરે મળી કુલ રૂ.2,70,000/- નો મુદામાલ તપાસ અર્થે કબ્જે લેવામાં આવેલ અને તમામને એલ.સી.બી. ઓફિસમાં લાવી અલગ અલગ રાખી સતત એકધારી પૂછપરછ કરતાં છેલ્લા ત્રણ માસ દરમ્યાન આણંદ તથા ખેડા જીલ્લામાં પાન મસાલા ની દુકાનો તથા તોડી ઘરફોડ ચોરીઓના ગુનાઓની કબૂલાત કરેલ છે. અને 13 પાન-મસાલાની દુકાનોને નિશાન બનાવ્યા નું કબુલ કરેલ ઝડપાયેલા શખ્સોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે ચોરી કરવાના આગળના દિવસે પાન મસાલા ગુટખાના વેપારીઓની દુકાને ખરીદી કરવાના બહાને જઇ દુકાનમાં જથ્થાબંધ માલ છે કે કેમ તે અંગેની ખાત્રી કર્યા પછી વધુ માલ હોય તે જગ્યાએ બાઇક ઉપર જઇ દુકાન તોડી એક માણસ ઇકો ગાડી લઈ જેમાં સામાન ભરી લાવવાની ટેવવાળા છે.