Mysamachar.in-ભરૂચ:
અંકલેશ્વરમાં માંગો તે માર્કશીટ છાપી આપે, બોગસ માર્કશીટ હોય કે પછી ચલણી નોટ, SOG એ આ રેકેટ ખુલ્લું પાડ્યું છે, નાપાસ થયેલા વિદ્યાર્થીઓને ધો 10 થી લઈ કોલેજ, ITI સહિતની માર્કશીટ ₹25000 માં બનાવી આપવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે, ભરૂચ એસ.ઓ.જી.પોલીસે 2 કોમ્પ્યુટર, 2 પ્રિન્ટર, સ્કેનર સહિત 239 નાપાસ વિદ્યાર્થીઓને પાસ કરેલી બનાવતી માર્કશીટ અને 43 ઓરીજનલ માર્કશીટ સાથે બે ભેજાબાજોની ધરપકડ કરી છે. ભરૂચના અંકલેશ્વરના ઓમકાર-2 કોમ્પલેક્સમાં આરતી કન્સલટન્સીની આડમાં આ કૌભાંડ ચાલતુ હોવાનો પર્દાફાશ થયો છે. પોલીસે સચીન પ્રેમાભાઈ ખારવા અને રાહુલ નરેન્દ્ર પરમાર નામના શખ્સોની અટકાયત કરી છે.ભરૂચ SOGને બંને આરોપીઓના કબજામાંથી ધોરણ 10, 12 કોલેજ, વીર નર્મદ યુનિવર્સિટી, આઈ.ટી.આઈ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બોનોફાઇડ સહિતના પ્રમાણપત્રો મળી આવ્યા હતા.પોલીસે 239 ડુપ્લીકેટ માર્કશીટ અને સાથે 126 ઓરીજીનલ માર્કશીટ પણ કબજે કરી છે.
પોલીસે આરોપીઓ પાસેથી ધોરણ 10,12, યુનિવર્સિટી, ITIની અલગ અલગ 215 નકલી માર્કશીટ, ધોરણ 10,12, યુનિવર્સિટી, ITIની અલગ અલગ 126 ઓરીજીનલ માર્કશીટ, માર્કશીટ પર લગાવવાના હોલસ્ટીકર નંગ 19,796, ભારતીય બનાવટની ચલણી નોટ 50ના દરની 4, ભારતીય બનાવટની ચલણી નોટ 100ના દરની 24 નોટ, A4 સાઈઝ પેપર પર પ્રિન્ટ કરેલ બનાવટી ચલણી નોટોના પેજ નંગ 20પોલીસની પ્રાથમિક તપાસમાં હાલ તો રાહુલ અને સચિન સાથે મળી આ રેકેટ ચલાવતા હોવાનો ખુલાસો થયો છે. રાહુલ પરમાર સચિનને નાપાસ વિદ્યાર્થીઓ શોધી લાવતો હતો જે બદલે તેને 5 હજાર રૂપિયા મળતા હતા. આરોપીઓ શિક્ષણ વિભાગની વેબસાઈટ ઉપરથી ધોરણ 10-12, કોલેજ તથા ITIની માર્કશીટ અને લોગોના નમૂનાઓ મેળવી લીધા હતા. તેમાં જે વિષયોમાં વિદ્યાર્થી નાપાસ હોય તે વિષયના માર્કસમાં સુધારો કરી પાસ થયાના સર્ટીફિકેટ્સ બનાવી આપતા હતા.
આટલે થી ના આટકી આરોપીઓ બોગસ માર્કશીટની સાથે ડુપ્લીકેટ ચલણી નોટ પણ છાપતા હોવાનો ખુલાસો થયો છે.
પોલીસે માર્કશીટોની ચકાસણી કરતાં ડુપ્લિકેટ માર્કશીટની ક્વોલિટી એટલી સરસ રીતે મેઇન્ટેઇન કરાઇ હતી કે, ઓરિજનલ માર્કશીટ તેની સામે ડુપ્લિકેટ લાગતી હતી.