Mysamachar.in-વડોદરાઃ
સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે તેટલા જ ગેરફાયદા પણ છે. જો કે હવે કેટલાક નિયમો લાગુ કરી આપત્તિજનક વસ્તુઓ પર નિયંત્રણ લાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આવી જ એક ઘટના વડોદરામાં સામે આવી છે. અહીં વોટ્સએપ દ્વારા પોર્ન સાહિત્ય અને આપત્તિજનક પોસ્ટ મૂકવા બદલ બે ગ્રૂપને કાયમી ધોરણે પ્રતિબંધીત કરવામાં આવ્યા છે. એટલું જ નહીં ગ્રૂપમાં સામેલ તમામ સભ્યોને પણ વ્યક્તિગત રીતે વોટ્સએપનો ઉપયોગ કરવા બદલ કાયમી ધોરણે પ્રતિબંધીત કરાયા છે. તપાસમાં બહાર આવ્યું કે આ ગ્રૂપના 254 સભ્યો જાણીતી સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી છે. 2 વર્ષથી ચાલતા આ ગ્રુપ દ્વારા વિદ્યાર્થીઓ સંપર્કમાં રહેતા હતા. ગ્રુપના એડમિને ગ્રુપનું નામ બદલીને તે સંસ્થા માટે અપમાનજનક નામ રાખ્યું હતું. સામાન્ય રીતે જો કોઇ વ્યક્તિ કે યૂઝર વોટસએપની પોલીસીનું ઉલ્લંઘન કરે તો તો તેને 72 કલાક સુધી બ્લોક કરાતો હતો પણ હવે ગ્રુપ અને તેના તમામ સભ્યોને કાયમી ધોરણે પ્રતિબંધીત કરવાનું શરુ કરાયું છે.