mysamachar.in-દાહોદ:
રાજ્યના મહેસૂલ તંત્રમાં ભ્રષ્ટાચારનો કેટલો સડો છે તેનો વધુ એક પુરાવો સામે આવ્યો હોય તેમ વધુ એક લાંચીયા સરકારી બાબુ લાંચ લેતા ઝડપાયા છે,આજે વધુ એક મામલતદાર કક્ષાના અધિકારીને લાંચ લેતા એસીબીએ રંગે હાથ ઝડપી લઈને કાર્યવાહી હાથ ધરી છે,
જે રીતે વિગત મળી રહી છે તે મુજબ દાહોદના મામલતદારએ અરજદાર પાસેથી રેવન્યુ રેકોર્ડમાં નામ ચઢાવવાના નામે ૭૫૦૦૦ નક્કી કર્યા હતા,જેમાથી ૫૧૦૦૦ આપવાના બાકી હોય,દરમ્યાન અરજદારે એસીબીમાં ફરીયાદ કરીને લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું જે છટકામાં આજે મામલતદાર ૩૧૦૦૦ ની લાંચ લેતા ઝડપાઇ ગયા છે,અને તેની સાથે કોમ્પ્યુટર ઓપરેટરને પણ એસીબીએ લાંચના કેસમાં દબોચી લીધો હતો,
એસીબીએ દાહોદ મામલતદાર અને કોમ્પ્યુટર ઓપરેટરને ઝડપી લઈ લાંચનું સફળ ઓપરેશન પાર પડી હાલ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે ત્યારે લાંચીયા સરકારી બાબુઓમાં ફફડાટ ફેલાયો છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.