Mysamachar.in-અમદાવાદઃ
લગ્નનો વિચાર આવતા જ પહેલા સોના-ચાંદીના ભાવની ચિંતા સતાવા લાગે છે, હાલ રાજ્યભરમાં લગ્નની સીઝન ચાલી રહી છે, ત્યારે સોનાની કિંમતમાં વધારો આવ્યો છે. દિલ્હી સર્રાફા બજારમાં લગ્નમાં માગ વધતા 250 રૂપિયાનો વધારો નોંધાયો છે. સોનું 10 ગ્રામની કિંમત 39,620 રૂપિયા પહોંચી ગયું છે, જ્યારે ચાંદીમાં પણ 620 રૂપિયાના વધારા સાથે 46,270 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઇ છે. તો બીજી બાજુ માર્કેટ એક્સપર્ટનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી મંદીની વાતો વચ્ચે ખરીદીમાં નબળાઇ જોવા મળી રહી છે. દિવાળી બાદ લગ્ન સીઝનમાં પણ ઝવેરી બજારમાં સોનાની કિંમતને ધ્યાને રાખી ખરીદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. એક અંદાજ પ્રમાણે આ વખતની શિયાળાની લગ્ન સીઝનમાં 15 ટકા જેટલી ખરીદીમાં ઘટાડો નોંધાયો છે. જો કે વેપારીઓનું માનવું છે કે મુશ્કેલ સમય ધીમે ધીમે પૂર્ણ થઇ રહ્યો છે.