Mysamachar.in-અમદાવાદ:
હોસ્પિટલોમાં બેદરકારી એ કોઈ નવી વાત નથી ક્યારેક ડોકટર તો ક્યારેક તેનો સ્ટાફ બેદરકારી દાખવતો હોવાના કિસ્સાઓ પ્રકાશમાં આવતા રહે છે,એવામાં અમદાવાદમાં આવેલ વીએસ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે.જ્યાં કમ્પાઉન્ડરે માત્ર છ મહિનાની બાળકીના હાથનો પાટો કાપવા જતાં અંગૂઠો કાપી દીધો હતો.આ ઘટના બાદ બાળકીનાં પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો.તો આ મામલે વીએસ હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની માહિતી આપવામાં આવી રહી નથી,
માત્ર છ મહિનાની બાળકી માહેનૂરની હાથે પાટો કાપવાનો હતો પણ વીએસની કમ્પાઉન્ડરે કાતર વડે પાટો કાપવાને બદલે માસૂમ બાળકીનો અંગૂઠો જ કાપી નાખ્યો હતો,બાળકીનો અંગૂઠો લાપરવાહીથી કાપી નાખવામાં આવતા પરિવારજનો શોક સાથે ભારે આક્રોશ પણ છે.સાથે જ પરિવાર દ્વારા જવાબદાર સામે કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી રહી છે.