Mysamachar.in-અમદાવાદ:
લોકસભાની ચૂંટણીને હવે ત્રણ દિવસની વાર છે,ત્યારે મતદારોને રીઝવવા માટે રાજકીયપક્ષો નાણાંની રેલમછેલ કરી શકે છે,તેવી શંકાના આધારે IT વિભાગ વધુ સક્રિય બનીને ચેકપોસ્ટો પર સઘન ચેકિંગ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે,
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત થયા બાદ આચારસંહિતા અમલમાં આવતાની સાથે જ અત્યાર સુધીમાં અંદાજે ૮ કરોડની રોકડ જપ્ત કરાઈ છે,ત્યારે ચૂંટણી અંતિમ તબક્કામાં હોય મતદારોને લોભ-લાલચ આપવા માટે ભરપૂર નાણા વાપરીને રાજકીય પક્ષો મતદારોને રીજવવા માટે આવો ખેલ કરી શકે તેમ છે,જે ધ્યાને રાખીને IT વિભાગ દ્વારા રાજ્યના SST ટીમ સાથે સંકલન કરીને નાણાની હેરફેર કરતા શંકાસ્પદ વ્યક્તિ પર નજર રાખી રહી છે અને ચેકિંગ પણ તેજ બનાવવામાં આવ્યું છે,
ત્યારે કોઈપણ ઉમેદવારના ખાસ વિશ્વાસુ માણસો પર પણ IT અધિકારી અને અન્ય એજન્સી નજર રાખી રહી છે ત્યારે બેન્કમાંથી પણ જો મોટી રકમ ઉપડશે તો IT વિભાગને ખબર પડી જશે અને ધંધા માટે નાણાકીય વ્યવહાર થયો હશે તો ખુલાસો આપવો પડશે નહિતર આ રકમ જપ્ત થશે અને મતદાનના દિવસે પણ મતદારોને મતદાન મથકો પર લઈ જવા માટે ટ્રાવેલ એજન્સીઓ દ્વારા બસો ભાડે આપવામાં આવતી હોય છે અને અન્ય વાહનો પણ રાજકીય પક્ષો દ્વારા ભાડે રાખવામાં આવે છે તેનું ભાડું કોણ ચૂકવે છે તેના પર IT વિભાગની નજર છે અને તેનો હિસાબ પણ IT વિભાગ માંગશે.આમ છેલ્લી કલાકોમાં મતદારોને પ્રલોભન આપવા માટે નાણાની રેલમ છેલમ વધશે તે શંકાને આધારે એજન્સીઑ સતર્ક બની છે.