Mysamachar.in-અમદાવાદ:
આજના ટેક્નોલૉજીના યુગમાં ઇન્ટરનેટના માધ્યમથી ખૂબ જ ઉપયોગી કામગીરી થાય છે તેની સામે દુરુપયોગનું પણ પ્રમાણ વધવા લાગતા કેવા વિપરીત પરિણામો આવે છે તેનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે,
સોશ્યલ મીડિયાના માધ્યમથી ફેસબુક ઉપર પરિણીત મહિલા સાથે મિત્રતા કેળવીને યુવકે આ પરિણીતાને પોતાની મોહજાળમાં ફસાવ્યા બાદ બંને વચ્ચે ગાઢ મિત્રતા થઈ હતી,અને એક દિવસ આ પરિણીતાને હોટલમાં બોલાવી દુષ્કર્મ આચરીને પરિણીતાના અશ્લીલ ફોટા પાડયા હતા,ત્યારબાદ આ ફોટા વાઇરલ કરવાની ધમકી આપીને જીવવું હરામ કરી નાખતા પરિણીતાને પસ્તાવાનો કોઈ પાર ન રહ્યો અને અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે,
આ ચોંકાવનારા બનાવની વાત જાણે એમ છે કે,અમદાવાદમાં રહેતી પરિણીતાએ પોતાના ફેસબુક એકાઉન્ટમાં ફોટા મુકયા હતા. તેને દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામખંભાળિયા રહેતા ચના નામના યુવકએ લાઇક અને કોમેન્ટ કરતો હતો. તેના કારણે બંન્ને એકબીજાની નજીક આવ્યા હતા. ફેસબુકમાં બંન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો અને એક બીજાના ફોન નંબર લઇને વાતો કરતા હતા,
એક દિવસ જામખંભાળિયાનો આ યુવક અમદાવાદ આવીને પાલડીના હોટલમાં રોકાયો હતો અને તેની ફેસબુક ફ્રેન્ડ પરિણીતાને મળવા માટે હોટલમાં પણ બોલાવીને શારીરિક સંબંધો પણ બાંધ્યા હતા,
હોટલના રૂમમાં ચનાએ પરિણીતા સાથે શરીરસુખ માણ્યા બાદ કેટલાક અશ્લિલ ફોટા પાડયા હતા. ત્યારબાદ ચનો પરિણીતાને તેના વોટસઅપ પર અને ઇન્સ્ટ્રાગ્રામ પર પરિણીતાને ફોટા મૂકીને વાયરલ કરવાની ધમકી આપતો હતો,
આ અંગે પરિણીતાએ પોતાનાથી નાના ૧૧ વર્ષના યુવાન પ્રેમી વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ આનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવીને પરિણીતા ધ્વારા આ યુવકને ફોન કરીને અમદાવાદ બોલાવ્યો હતો, અમદાવાદ આવતાં જ ખંભાળિયાના આ યુવકની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.