mysamachar.in-અમદાવાદ:
રાજયમાં ભાજપના નેતાઓ અને મંત્રીઓ અને ખુદ મુખ્યમંત્રી પોતે પણ જાહેર મંચ પરથી અને અધિકારીઓની બેઠકોમાં ભ્રષ્ટાચાર ખતમ કરીને રાજયમાં પારદર્શક વહીવટના ભલે બણગાં ફૂંકે પણ એની અસરકારકતા શૂન્ય હોય તેવું એટલા માટે લાગી રહ્યું છે કે માત્ર છેલ્લા ત્રણ માસમાં જ રાજયમાં ૨૧૦ લાંચિયા બાબુઓ એ.સી.બી.ની હડફેટે ચડ્યા છે ત્યારે એવું લાગે છે કે ના માત્ર અધિકારીઓની ચેમ્બરના પ્રવેશદ્વારને પારદર્શક કરવાથી વહીવટ પારદર્શક ચાલી રહયો છે એવું જરા પણ લાગતું નથી અને ભ્રષ્ટાચારની બેટિંગ કરવામાં રાજ્યના ગૃહ વિભાગને ત્રણ માસમાં પહેલો નંબર મળ્યો છે,
એ.સી.બી. દ્વારા જામનગર સહિત સમગ્ર રાજ્યમાં છેલ્લા ત્રણ માસમાં ૯૦ જેટલી સફળ ટ્રેપો કરીને અત્યાર સુધીમાં ૨૧૦ જેટલા અધિકારી અને કર્મચારીઓને લાંચના કેસમાં ઝડપી લેવામાં સફળતા મળી છે, એ.સી.બી.ને મળેલ ફરિયાદોમાં સૌથી વધુ ગૃહ વિભાગની ફરિયાદો હોય, ૪૮ જેટલા અધિકારી અને કર્મચારીઓને લાંચના કેસમાં ઝડપી લીધા હતા,બીજા નંબરે પંચાયત વિભાગમાં લાંચ માંગવાની ફરિયાદ અન્વયે ૨૩ કર્મચારીઓ ઝડપાયા હતા જ્યારે મેહસૂલ વિભાગ લાંચ સ્વીકારવાના ત્રીજા નંબરે હોય ૭ કર્મચારીઓને ઝડપી લેવાયા હતા,
ગુજરાત એ.સી.બી. દ્વારા લાંચ કેસમાં વર્ગ-૧ના ૨, વર્ગ-૨ ના ૧૮, વર્ગ-૩ના ૮૩, વર્ગ-૪ના ૪ તેમજ સરકારી કર્મચારી વતી લાંચ સ્વીકારતા ૧૦૪ જેવા ખાનગી વ્યકિત મળીને ૨૧૦ જેટલા લાંચિયા સરકારી બાબુઓ ભ્રષ્ટાચાર આચરતા હોવાનું સામે આવ્યું છે અને આ ભ્રષ્ટ સરકારી બાબુઓ પાસેથી ૮૮.૧૪ લાખ જેવી રકમ પણ રીકવર કરવામાં આવી છે,
આમ, ગુજરાતમાં ગૃહ વિભાગ સહિત મોટા ભાગના વિભાગોમાં ભ્રષ્ટાચારનો લૂણો લાગ્યો હોય તેમ એ.સી.બી.ની હડફેટે સરકારી તંત્રના સામાન્ય ભ્રષ્ટાચાર આચરતા કર્મચારીઓ જ આવ્યા છે જેની સામે મોટા મગરમચ્છો છટકી જતા હોય છે તેવું પણ જોવા મળી રહ્યું છે,ત્યારે સરકારના સંવેદનશીલ અને પારદર્શક વહીવટની પોલ આ ભ્રષ્ટ સરકારી બાબુઓએ ખોલી નાખી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો.