my samachar.in-અમદાવાદ:
ગુજરાત પાસ કમિટિ દ્વારા આવતીકાલે તમામ ૧૮૨ ધારાસભ્યોને ગુજરાતમાં ખેડૂતોની દેવા માફી અંગે સવાલો કરીને ફોન રેકોર્ડિંગ કરવામાં આવશે અને તા ૭ ના રોજ તમામ ધારાસભ્યોની ઓફિસે પાસ કન્વીનર ફોર્મ લઈને જશે તેવી આજે અમદાવાદ હાર્દિક પટેલના નિવાસસ્થાને ઉપવાસ આંદોલનના ૧૨ દિવસે પાસ સમિતિના કન્વીનર મનોજ પનારાએ જાહેરાત કરી છે,
ગુજરાત સરકારના મંત્રી સૌરભ પટેલએ ગઇકાલે પ્રથમ વખત સરકાર વતી મીડિયા સમક્ષ આવીને હાર્દિકનું આંદોલન કોગ્રેસ પ્રેરિત રાજકીય આંદોલન છે અને પાટીદાર સમાજ મધ્યસ્થી બને તો તે આવકાર્ય છે તેવામાં આજે પાસ કમિટીના કન્વીનર મનોજ પનારાએ આકરા શબ્દોમાં ઝાટકણી કાઢીને સી.કે.પટેલ ભાજપના એજન્ટની ભૂમિકા ભજવી રહ્યા હોય તેવો આક્ષેપ કર્યો હતો અને સમાધાન માટે સરકાર મારી અથવા હાર્દિક સાથે વાતચીત કરે તેવી ટકોર કરી હતી,
દરમ્યાન ગુજરાતમાં ખેડૂતોની દેવામાફી અને પાટીદાર સમાજને આરક્ષણ આપવાના મામલે તમામ ધારાસભ્યોને ઘેરવાનો નિર્ણય કરીને આવતીકાલે ખેડૂતોનું દેવું માફ થવું જોઈએ કે નહીં સહિતનાં પ્રશ્ને ગુજરાતનાં તમામ ૧૮૨ ધારાસભ્યોને ફોન કરીને ધારાસભ્યોનો જવાબ રેકોર્ડિંગ કરવામાં આવશે,
તા.૭ના રોજ તમામ ધારાસભ્યોની ઓફિસે પાસ કાર્યકરો ફોર્મ લઈને જશે તેવી પાસ કન્વીનર મનોજ પનારાએ જાહેરાત કરેલ છે ત્યારે ભાજપના અને કોંગ્રેસનાં કેટલા ધારાસભ્યો ખેડૂતોની દેવામાફી અને પાટીદાર સમાજને અનામત આપવાની માંગણીના સમર્થનમાં છે કે નહીં તે ચકાસવાનો પ્રયાસ કરવામાં આવશે જેમાં ખાસ કરીને પાસ દ્વારા ધારાસભ્યોને ભીસમાં લેવાનો પ્રયાસ હોય ભારે રાજકીય ઉતેજના વ્યાપી છે.