Mysamachar.in-મોરબી:
ટંકારા લતીપર ચોકડી ખાતે નવનિર્માણ ઓવરબ્રિજ જાણે અકસ્માતનું ઘર બની ગયું હોય તેમ અવારનવાર અકસ્માત સર્જાઈ રહ્યા છે ત્યારે આ કામમાં ધતિંગ પંચા દોઢસોની માફક કામગીરી કરવામાં આવતી હોવાની વધુ એક પુરાવો સામે આવ્યો છે.ગત રવિવારે મોટુ બોઈલર ઓવરબ્રિજ ઉપરથી પટકાયા બાદ આજે ટેન્કર અકસ્માતે લટકી ગયું હતું. કોઈ કારણોસર ટેન્કર ચાલકે કાબુ ગુમાવતા ટેન્કર ઓવરબ્રિજમાં વચ્ચોવચ ફિટ થઈ ગયું હતું જેમાં ચાલક પણ લાંબો સમય સુધી હવામાં લટકતા ટેન્કરમાં ફસાતા લોકોના જીવ અધ્ધર થયા હતા ત્યારબાદ મહામહેનતે ડ્રાંઇવર હેમખેમ બહાર નીકળ્યો હતો.જોકે અકસ્માતને પગલે સદનશીબે કોઈ જાનહાની થવા પામી નથી પરંતુ કલાકો સુધી ટ્રાફિકજામ રહેતા વાહનોની લાંબી કતારના દ્રશ્યો સર્જાયા હતાં.