Mysamachar.in-મોરબી
કેટલાય લોકોને એવી આદત હોય છે કે રોકડ રકમ કે પછી કોઈ મોંઘીદાટ ચીજવસ્તુઓ કારમાં રાખીને પોતે અન્ય કામમાં લાગી જાય છે, પણ આવા કિસ્સાઓમાં કેટલીય વખત ચોરીના બનાવો સામે આવ્યા છે, અને આવો જ વધુ એક બનાવ મોરબીમાં સામે આવ્યો જ્યાં જુની ટ્રેઝરી ઓફીસ પાસે પાર્ક કરેલી બ્રેઝા કારનો કાચ તોડી અજાણ્યા તસ્કરે કારમાંથી રૂપિયા 4 લાખ રોકડા, લેપટોપ, બોલેરો ગાડીની આરસી બુક સહિતના મુદ્દામાલની ચોરી કરી થવા સબબની ફરિયાદ નોંધાઈ છે.
મોરબીના રવાપર રોડ ઉપર વિજયનગરમાં ગાયત્રીચોકમાં રહેતા ભાસ્કરભાઇ નાનજીભાઇ બાવરવાએ લાલબાગ સેવા સદન નજીક જૂની ટ્રેઝરી પાસે પોતાની બ્રેઝા કાર પાર્ક કરી હતી ત્યારે બપોરનાં અઢી વાગ્યાથી સાડા ત્રણ વાગ્યાની વચ્ચે અજાણ્યા તસ્કરે ગાડીનો કાચ તોડી કારની અંદર રાખેલ રોકડા રૂ. 4,00,000, એચ.પી. કંપનીનું લેપટોપ કિં.રૂ. 20,000, અસલ આધાર કાર્ડ, પાન કાર્ડ ઉપરાંત ફરિયાદીની માલિકીની બોલેરો કાર રજી.નં. GJ-36-V-0091 ની તથા બોલેરોની અસલ આરસી બુક, એસબીઆઇ, યુબીઆઇ અને એચ.ડી.એફ.સી. બેંકની ત્રણ પાસ બુક તથા એ.ટી.એમ. કાર્ડ તથા ચેક બુક સહિત કુલ મુદામાલ રૂ. 4,20,000નો મુદ્દામાલ ચોરી થવા સબબ પોલીસે ફરિયાદના આધારે અજાણ્યા તસ્કર સામે ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.