Mysamachar.in- મોરબી, અતુલ જોશી
મોરબીમાં ચાલુ બાઈકે મોબાઈલ ફાટતા નીચે પટકાયેલા યુવાનનું મોત નીપજયાની ઘટના સામે આવી છે,ખિસ્સામાં રહેલો મોબાઈલ ફાટતા યુવાનને સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચ્યા બાદ બાઇક સ્લીપ થતા યુવાનનું મોત થયું હોવાનું જાહેર થયું છે, ઘટના બાદ તાલુકા પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી હતી, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની અને હાલ વાંકાનેરના વઘાસીયા ગામે જી.આઇ.ડી.સી.માં આવેલ ચિરાગ એન્જી. વર્કસમાં કામ કરતો ગુડ્ડુભાઇ શ્રીભાઇ સાહની (ઉ.વ.૨૭) નામનો યુવાન ગત તા.૧૫ જુલાઈના રોજ રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર બંધુનગર ગામ પાસેથી પોતાનું બાઇક G J 36 Q 4666 વાળુ ચલાવીને મોરબી તરફ જતા હતો.
તે દરમ્યાન રસ્તામાં પોતાના પેન્ટના ખીસ્સામાં રહેલ મોબાઇલ અચાનક ફાટતા યુવાનને સાથળના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. મોબાઈલ ફાટવાથી સાથળને ગંભીર ઇજા પહોંચ્યા બાદ યુવાને મોટર સાયકલ પરનો કન્ટ્રોલ ગુમાવ્યો હતો. આથી, બાઇક સ્લીપ થઇ જતા પડી જતા શરીરે ગંભીર ઇજા થવાથી આ યુવાનનું તા.16 ના રોજ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.આ મૃતક યુવાન રેડમી કંપનીનો મોબાઈલ વાપરાતો હતો. આ યુવાનના ખીસ્સામાં રહેલો મોબાઈલ કેવી રીતે ફાટ્યો અને મોબાઈલની સમગ્ર સ્થિતિ અંગે તાલુકા પોલીસ હાલ ગહન તપાસ ચલાવી રહી છે. જોકે મૃતક યુવાનનો મોબાઈલ બળી ગયો છે. જોકે આ વિચિત્ર બનાવથી મોરબી પથકમાં ભારે ચકચાર મચી ગઇ છે.