Mysamachar.in-મોરબી:
હવસના શિકારીઓ પોતાની હવસ સંતોષવા કોઈ ને કોઈ બહાનાની તલાશમાં જ હોય છે,અને જેવો મોકો મળે કે પોતાની હવસ દુષ્કર્મરૂપે ભાંગે છે,મોરબીમા પણ એક એવો ચકચારી કિસ્સો સામે આવ્યો છે,જેમાં ગુગણ નજીક મહિલા સિંગરને સાથે લઇ ગયા બાદ છરીની અણીએ મહિલા ગાયક કલાકાર પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યાનો મામલો પોલીસ મથકે પહોચ્યો છે,.
મહિલા સિંગરને કાર્યક્રમ આપવા જવાનું છે કહી ગત તા.19 જૂનના રોજ માળીયા મિયાણા ખાતે રહેતો સલીમ મિયાણા નામનો શખ્સ કારમાં બેસાડી સાથે લઈ ગયો હતો. જે બાદ મોડીરાત્રીના અંધારાનો લાભ લઈને મોરબી તાલુકાના ગુગણ નજીક સલીમે મહિલાને છરીની અણીએ ડરાવી ધમકાવી ગૂંગણ ગામની સીમમાં કારમા રાત્રીના અંધારામાં ઉભી રાખી મહિલા સાથે બળજબરી પૂર્વક દુષ્કર્મ ગુજાર્યું હતું.આ બનાવ બાદ પીડિતા મહિલા ગાયિકાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તેની મેડીકલ તપાસણી સહિતની કાર્યવાહી હાથ ધરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.