Mysamachar.in-મોરબી:
રાજ્યમા નેતાઓ જયારે એસ.ટી.વિભાગના વખાણ કરવાના આવે તો કયારેય ચુકતા નથી,પણ આ જ સલામત સવારી કેટલીય વખત અસલામત બની હોવાના અનેક દાખલાઓ છે,ત્યારે હદ ત્યારે થઇ ગઈ જયારે ગતરાત્રીના એસ.ટી.ના પૈડા હાઈવે પર એકાએક થંભી ગયા ના અને મુસાફરોને યાદગાર રહે તેવી આ મુસાફરી બની ગઈ..
આ ઘટના બની છે,સુરજબારી પુલ નજીક…માંડવીથી રાજકોટ તરફ જઈ રહેલી એસટી બસ મોડી રાત્રે અંદાજે બે વાગ્યા આસપાસ કોઈ ખામીને કારણે બસ બંધ પડી જતા મુસાફરોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો,એક-બે કલાક નહિ,પરંતુ છ-છ કલાક જેટલા સમય સુધી મુસાફરોએ હાઈવે પર કાઢવો પડ્યો જે બાબત ખુબ શરમજનક કહી શકાય તેવી છે,
મુસાફરોએ સ્થાનિક ડેપો મેનેજર સહિતના અધિકારીઓનો સંપર્ક સાધવા પણ પ્રયાસ કર્યો પણ કોઈનો સંપર્ક થઇ શક્યો નહિ..વધુમાં ડ્રાઈવર અને કન્ડક્ટરે પણ કોઈ વ્યવસ્થા કરાવવાને બદલે હાથ ઊંચા કરી લીધા હતા,આમ અડધી રાત્રે મુસાફરો પોતાના નિયત સમયે જે તે સ્ટેશને પહોંચવાને બદલે હાઈવે પર રઝળી પડતા એસ.ટી.વિભાગ માટે આ શરમજનક કહી શકાય તેવો કિસ્સો છે.