આજે સાંજના સમયે મોરબી નજીક માળીયા મિયાણા રોડ પર માણાબા ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, અકસ્માતમાં બે કાર સામસામી અથડાતાં પાંચ લોકોના મોત ઘટનાસ્થળે જ નિપજ્યાં હોવાની પ્રાથમિક માહિતી સામે આવી રહી છે, તમામ મૃતદેહને માળીયા મિયાણા સિવિલ હોસ્પિટલ પીએમ અર્થે ખસેડવામાં આવ્યા છે.