Mysamachar.in-મોરબી:
પત્ની સાથે સાઢુભાઈના આડા સંબંધની શંકા રાખીને માસાએ માસૂમ બાળકનું અપહરણ કરીને ગળુ દબાવી હત્યા કરી નાખ્યા બાદ બાળકની લાશને સળગાવી દીધાનો ચોંકાવનારો બનાવ મોરબી જીલ્લામાં સામે આવતા પોલીસ તાબડતોબ હરકતમાં આવીને હત્યા કરનાર માસાની ધરપકડ કરતા ખુલાસો થયો છે, ત્યારે આ બનાવથી મોરબી જીલ્લામાં હાહાકાર મચી ગયો છે,
બનાવની વિગત એમ છે કે મોરબીના પાનેલી ગામે રહેતા અશોકભાઇનો ૧૧ વર્ષનો પુત્ર હિતેષ વજેપર શેરી નજીક નાસ્તો લેવા ગયા બાદ પરત ન ફરતા માતા-પિતાએ શોધખોળ હાથ ધાર્યા બાદ હિતેશ મળી ન આવતા અંતે ગુમ થયાની પોલીસ મથકમાં ગુમ નોંધ પરિવાર દ્વારા કરાવવામાં આવી હતી,
પોલીસે માતા-પિતાની પૂછપરછ કરતા જણાવ્યુ હતું કે તમને કોઈ પર શંકા છે, ત્યારે શકદાર તરીકે તેના સાઢુભાઇ હાર્દિક ચાવડાનું નામ આપ્યું હતું. આથી પોલીસે હાર્દિક ચાવડાને પૂછપરછ માટે પોલીસ સ્ટેશને લઈ આવતા પોલીસ સમક્ષ ભાંગી પડીને હાર્દિક ચાવડાએ જણાવ્યું હતું કે, તેના સાઢુભાઇના પુત્ર હિતેષનું અપહરણ કર્યા બાદ મોરબી નજીક ધુનડાથી સજનપર રોડ પર લઇ જઇ ગળું દબાવીને હત્યા કર્યા બાદ કેરોસીન છાંટી જીવતો સળગાવી દઇ ત્યાથી નાસી છૂટ્યો હતો અને તેની પત્નીના સાઢુભાઈ અશોક સાથે આડાસંબંધની શંકા રાખીને આ હત્યા કરાઇ હોવાની ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે.
વધુમાં આરોપી હાર્દિક ચાવડાની આ કેફીયતના પગલે પોલીસ કાફલો મોરબી નજીક જ્યાં માસુમ બાળક હિતેષને સળગાવી દેવાયો હતો ત્યાં પહોંચ્યો હતો અને જ્યાં હિતેશની લાશ સળગાવવામાં આવી હતી, ત્યાં FSLસહિતની ટીમોની મદદ પણ લઈને પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે,
મોરબી-એ ડિવીઝન પોલીસે માસુમ હિતેષને મોતને ઘાટ ઉતારનાર તેના માસા હાર્દિક ચાવડાની વિશેષ પૂછતાછ હાથ ધરી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.