Mysamachar.in-મોરબી:
મોરબીમાં સીટી સર્વેયર તરીકે ફરજ બજાવતા જયેન્દ્રકુમાર જેવંતલાલ લોદરીયા રૂ.૫૦૦૦/- ની લાંચ લેતા તા-૨૮/૧૧/૧૮ ના રોજ ઝડપાઇ ચૂક્યા હતા,ત્યારબાદ ACB દ્વારા તેઓની તથા તેઓના ઘરની ઝડતી કરતા રૂ.૮,૪૫,૦૦૦/- મળી આવેલ જે બાબતે તેઓને પૂછતા તે રકમ બાબતે સીટી સર્વેયર જયેન્દ્રકુમાર કોઈ આધારભૂત માહિતી કે દસ્તાવેજી પુરાવા આપી શકેલ નહી.
આમ, પોતાની કાયદેસરની ફરજ દરમિયાન રાજ્ય સેવક તરીકેના હોદ્દાનો દૂરૂપયોગ કરી ઇરાદાપૂર્વક ગેરકાયદેસર રીતે રૂ.૮,૪૫,૦૦૦/- ની અપ્રમાણસરની રોકડ રકમ મેળવી ગુનાહીત ગેરવર્તન કરેલ તે અંગેનો ગુન્હો ACB દ્વારા આજરોજ મોરબી પો.સ્ટે. ગુના નંબર ૧/૧૯ થી દાખલ કરવામાં આવેલ છે અને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.