Mysamachar.in-મોરબી:
સૌરાષ્ટ્રમાં ગતવર્ષના છેલ્લા દિવસોમાં રાજકોટ આર.આર.સેલની ટીમે જુદાજુદા કીમિયાઓ અજમાવીને મોટાપાયે દારૂ ઘુસાડવામાં આવતો હોવાના બુટલેગરોનો તમામ પ્લાન નિષ્ફળ બનાવ્યા બાદ નવા વર્ષના પ્રારંભે જ બોણી કરીને મોરબી જીલ્લાના વાંકાનેરના રાતીદેવળી ગામે વાડી વિસ્તારમાં રાજકોટ આર.આર સેલની ટીમે દરોડા પાડીને ૪૮ લાખનો દારૂનો જથ્થો ઝડપી લેતા બુટલેગરોમાં નાસભાગ મચી જવા પામી હતી,દારૂના દરોડાની મળતી વિગત મુજબ આર.આર.સેલની ટીમે રાતીદેવળી ગામે સ્થળ પરથી દારૂની ૧૦૬૨૦ બોટલો કિંમત ૪૮ લાખ સાથે ઝડપી પાડવામાં આવેલ છે અને દારૂની હેરાફેરીમાં વાપરવામાં આવતી ગાડીઓ ઇનોવા, પીકઅપ અને એક મોટર સાઇકલ સ્થળ પરથી કબજે કરેલ છે.
દરોડાની કાર્યવાહી બાદ દારૂ અને ગાડીની કુલ કિંમત રૂપિયા ૪૮,૧૩,૩૦૦ નો મુદ્દામાલ ઝડપી પાડી વાંકાનેર સીટી પોલીસ ખાતે સોંપવામાં આવેલ છે.આ દારૂનો અડ્ડો મૂળ વાંકાનેરના અને હાલ રાજકોટના એક કુખ્યાત શખ્સનો હોવાની આશંકા છે.
આ સમગ્ર મામલે આ દારૂ ક્યાંથી આવ્યો કોને આપવામાં આવતો હતો અને સ્થાનિક લોકોની આમાં શું સંડોવણી છે તે બાબતની વધુ તપાસ રાજકોટ રેન્જ આર.આર.સેલ પી.એસ.આઈ એમ.પી.વાળા તથા સ્ટાફના રામભાઈ, રસિકભાઈ, સુરેશભાઈ, કૌશિક ભાઈ, શક્તિસિંહ અને પાલભાઈએ વગેરે ચલાવી રહ્યા છે
જો તમને અમારી આ પોસ્ટ વાંચવી ગમી હોય તો તેને લાઇક અને શેર કરો
આપના મોબાઈલના પ્લેસ્ટોરમાંથી Mysamachar.in ની એપ ડાઉનલોડ કરો અને ઝડપી સમાચાર મેળવો.