Mysamachar.in-મોરબી:
ગુજરાતમાં બુટલેગરો દ્વારા અનેક પ્રકારના કીમિયા અજમાવીને ઈંગ્લીશ દારૂ ઘુસાડવામાં આવ્યા બાદ પોલીસની બાજ નજરથી બચી શકતા નથી અને વધુ એક વખત જંતુનાશક દવાની આડમાં મહારાષ્ટ્રથી ગુજરાતની બોર્ડર પાર કરીને મોરબી સુધી પહોંચેલ ૨૪ લાખના દારૂ અને બીયરના જથ્થા સાથેના કન્ટેનર ને ઝડપી લેવામાં આર.આર.સેલની ટીમને સફળતા મળી છે,
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ૩૧ ડિસેમ્બરની ઉજવણીનું ચલણ વધ્યુ છે,તેમાં યુવાન હૈયામાં આ દિવસે મોજ-મજા કરવા માટે દારૂ-બીયરના સેવન કરવાના આગ્રહ વચ્ચે બહારના રાજ્યમાંથી ગુજરાતમાં ૩૧ ડિસેમ્બરની ઉજવણી પહેલા ઈંગ્લીશ દારૂ સપ્લાયની ડીમાન્ડ વધતા બુટલેગરો દ્વારા આ વખતે પણ જંતુનાશક દવાની આડમાં મહારાષ્ટ્રના મુંબઈથી ગાંધીધામ સુધી કન્ટેનર પહોંચે તે પહેલા મોરબીના અણીયારી ટોલ નાકા પાસેથી આર.આર.સેલની ટીમે ઝડપી લઈને દારૂ બોટલ નંગ ૭૦૧૯ અને બીયર નંગ ૧૫૮૪ મળીને ૨૪ લાખ ઉપરનો જથ્થો સાથે કન્ટેનર ટ્રકના ડ્રાઈવર બિહારના વિરેન્દ્રસીંગ રાજપૂતની ધરપકડ કરી છે,
આમ રાજકોટ આર.આર.સેલ ટીમના પી.એસ.આઈ.એમ.પી.વાળા તથા સ્ટાફના રામભાઈ ખંઢ,રસીક પટેલ,સુરેશ હુંબલ,કૌશિક મણવર વગેરે અગાઉ વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી જંતુનાશક દવાની આડમાં લાવેલ દારૂનો જથ્થો ઝડપી પાડ્યા બાદ બીજી વખત બુટલેગરોનો આ કીમિયો નિષ્ફળ બનાવ્યો છે,
આર.આર.સેલની પ્રાથમિક તપાસમાં કચ્છના ગાંધીધામ વિસ્તારમાં ૩૧ ડિસેમ્બર ઉજવણી માટે આ દારૂ મંગાવ્યો હોય,મહારાષ્ટ્રથી સપ્લાય કરનાર અને ગાંધીધામ ખાતે મંગાવનાર શખ્સની સામે કાર્યવાહી માટે તપાસ હાથ ધરી છે.