mysamachar.in-મોરબી
આમ તો ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓમાં અપૂરતા વરસાદ ને લઈને ખેડૂતોની સ્થિતિ વિકટ બની રહી છે,સૌની યોજનાની સરકારની અનેક વાતો વચ્ચે વાસ્તવિકતા ક્યારે બનશે તે પણ સવાલ અણનમ છે,ત્યારે ખેડૂતો સિંચાઇ માટે પાણી પાણી ની બુમરાળ લગાવી રહ્યા છે ત્યારે તેનો અવાજ ક્યારે ગાંધીનગર સુધી પહોચે અને સરકાર ઘટતુ કરે તેવી આશા પણ ખેડૂતો સેવી રહ્યા છે,
ત્યારે મોરબી આસપાસના ખેડૂતો એ સિંચાઇનું પાણી ના મળતા નવતર વિરોધ શરૂ કર્યો છે,જેમાં મોરબી નજીકના ખાલીપડેલ ડેમી ૩ ડેમમાં સિંચાઇ માટેનું પાણી નથી ત્યારે સૌની યોજનામા થી પાણી આપવા અનેકવાર સ્થાનિક ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હોવા છતાં માંગ સંતોષવામાં ના આવતા અંતે ખેડૂતો એ છેલ્લા ત્રણ દિવસથી ખાલી પડેલ ડેમમાં જ વિરોધ નો સુર વ્યક્ત કરવા માટે નાનામોટા થી માંડી ને વયોવૃધ ખેડૂતો ક્રિકેટ રમી ને પોતાનો વિરોધ સાથે સૂત્રોચારો કરીને કઈ રીતે અનોખો નોંધાવી રહ્યા છે જુઓ વિડીયોમા