Mysamachar.in:ગાંધીનગર
ગુજરાતમાં આમ તો દારૂ વેચવો અને દારૂ પીવો એ ગુન્હો છે. પણ સૌ જાણે છે કે જેટલો દારુ ઝડપાઈ છે તેનાથી વધુ તો પીવાઈ જાય છે, ક્યારેક તો સૌથી મોટો સવાલ એ પણ થાય છે કે દારૂ બંધી હોવા છતા પણ ગુજરાતમાં દારૂ આવે છે ક્યાંથી? રાજ્યમાં દારૂ પકડવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત અલગ અલગ એજન્સીઓ કામ કરે છે, એ તમામ વચ્ચે આ વર્ષે દારૂ પકડવાના માત્ર એક એજન્સીના જ આંકડાઓ પર નજર કરીએ તો સ્ટેટ મોનિટરિંગ સેલે આ વર્ષે રેકોર્ડ બ્રેક દારૂ ઝડપ્યો છે.
સ્ટેટ મોનિટરિંગ સેલના આંકડાની વાત કરીએ તો વર્ષ 2022માં કુલ 440 કેસ કર્યા હતા, જેમાંથી 10.40 કરોડથી વધુનો દારૂ સાથે કુલ 20.06 કરોડનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે તો રેકોર્ડબ્રેક દારૂ ઝડપ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે 12 ડિસેમ્બર 2023 સુધીમાં કુલ 419 કેસ કરીને કુલ 17.86 કરોડનો દારૂ સાથે 35.76 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.